રિયલ લાઇફની કહાણી પણ ફિલ્મીઃ વાલૂશા

ફેન ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે કામ કરીને બોલિવૂડમાં પ્રવેશનારી વાલૂશા ડિસોઝાને પહેલાંથી જ અભિનય પ્રત્યે લગાવ હતો. ખુદને ડ્રામા ક્વીન ગણાવનાર વાલૂશાના જણાવ્યા મુજબ તે ખૂબ જ ખુશ છે કે હિંદી ફિલ્મમાં તેની શરૂઆત આવી મોટી ફિલ્મ અને એક મોટા સુપરસ્ટાર સાથે થઇ. વાલૂશાની રિયલ લાઇફની કહાણી પણ સંપૂર્ણપણે ફિલ્મી છે.
ઉલ્લેખનીય છે કે વાલૂશાનાં પરિવારજનોના વિરોધ છતાં પણ તેણે ૧૬ વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું. મોડલિંગ અને વિજ્ઞાપનમાં ખાસ્સું નામ કમાયા બાદ તેણે ર૦૦૦ના વર્ષમાં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો. માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં જ તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને થોડાં જ વર્ષમાં તે ત્રણ બાળકોની માતા બની ગઇ.

વાલૂશાએ સુપર મોડલ માર્ક રોબિન્સન સાથે લવમેરેજ કર્યાં હતાં અને ૩૦ની ઉંમરે તો બંને છૂટાં પણ પડી ગયાં. ૩૩ વર્ષની ઉંમરે તેણે શાહરુખ ખાનની ઓપોઝિટ હીરોઇન તરીકે ડેબ્યૂ કર્યું. તે કહે છે કે હું એક સ્વઘોષિત ડ્રામા ક્વીન છું. મને ‘દેવદાસ’ જેવી મોટા સ્તર પર બનનારી ફિલ્મો પસંદ છે. હું સંજય લીલા ભણસાલીની ખૂબ મોટી ફેન છું. સમય બદલાયો તો હું તેમની સાથે કામ કરી શકી. થોડા સમયથી મને ‘તીતલી’, ‘મશાન’ અને ‘સિટી લાઇટ્સ’ જેવી ફિલ્મો ગમવા લાગી છે. એક અભિનેત્રી તરીકે જો તમને આવી ફિલ્મો કરવાનો મોકો મળે તો તમારા ભાગમાં ઘણું બધું કામ આવે છે. અત્યારે મારી કરિયર મહત્ત્વના વળાંક પર છે. •

You might also like