હોટ ફોટાને લઈ અભિનેત્રી કૃતિ ખરબંદા ચર્ચામાં

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ એવી કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં પોતાનો દિલકશ અને હોટ ફોટો તેણે પ્રશંસકો સાથે શેર કર્યો. એક વાર ફરી તે હોટ ફોટાને લઇ ચર્ચામાં આવી છે. તેણે બિકિનીમાં પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તરત વાઇરલ થયો. કૃતિ કન્નડ ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. કરિયરની શરૂઆત તેણે મોડલિંગથી કરી હતી અને બાદમાં એક્ટિંગ જગતમાં આવી.

અભિનેત્રી કૃતિ ખરબંદા હવે રણવીરસિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે, પરંતુ તે કોઇ ફિલ્મ માટે નહીં, એડ્ ફિલ્મ માટે હશે. કૃતિ અને રણવીર એક પેઇન્ટ બનાવનારી કંપનીની એડ્માં જોવા મળશે. તાજેતરમાં આ બંનેએ મુંબઇનાં એક સ્ટુડિયોમાં તેનું શૂટિંગ પૂરું કર્યું છે. કૃતિ કહે છે કે મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે મને આટલી પ્રતિષ્ઠિત બ્રાન્ડ, જે દાયકાઓથી પોતાના ક્ષેત્રની લીડર છે તેનો હિસ્સો બનવાનો મોકો મળ્યો.

રણવીર સાથે સ્ક્રીન શેર કરવાનો પણ મારા માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમે એડનાં શૂટિંગ દરમિયાન ખૂબ જ એન્જોય કર્યું. તાજેતરમાં કૃતિની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ રિલીઝ થઇ હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. આ પહેલાં કૃતિ ‘શાદી મેં જરૂર આના’ અને ‘ગેસ્ટ ઇન લંડન’માં જોવા મળી હતી. હાલમાં તે સાજિદ નડિયાદવાલાની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ-૪’માં કામ કરી રહી છે.

You might also like