1.2 કરોડનો સોનાનો શર્ટ પહેરનાર ‘ગોલ્ડમેન’ની હત્યા, 4ની ધરપકડ

728_90

પૂના: ગોલ્ડમેનના નામથી જાણીતા પૂનાના ચિટ ફંડ બિઝનેસમેન દત્તાત્રેય ફુગેની ગુરુવારે રાતે હત્યા કરવામાં આવી. પોલીસે આ બાબતે 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે દત્તાત્રેયની હત્યાને ચિટ ફંડ સ્કેમ સાથે જોડીને જોઇ રહી છે.

દત્તાત્રેય ફુગે રાજનીતિમાં પણ સક્રિય હતા. તેમણે સોનાના ખૂબ જ ક્રેઝ હતો. એક કાર્યક્રમ દરમિયાન એક વખત તેઓએ 1.2 કરોડની કિંમતનો શર્ટ પહેર્યો હતો, ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. પછીથી તેઓને ગોલ્ડમેનના નામથી ઓળખવામાં આવતા હતા. દત્તાત્રેયની પત્ની પૂના પાસે પિંપરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનસીપી કોર્પોરેટર છે.

જો કે પૂનાના રહેણાંક વિસ્તારોમાં ભારે સોનું પહેરીને ફરવું પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવું નવી વાત નથી. પૂનાના એમએલએ રમેશ વાંજલેને પણ સોના પ્રત્યે પોતાના પ્રેમને કારણે ‘ગોલ્ડમેન’ના નામથી ઓળખવામાં આવતા હતા. તેમને વર્ષ 2009માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ટિકીટ પર એમએસએની ચૂંટણી લડી અને વિધાનસબા પહોંચ્યા.

You might also like
728_90