વી.એસમાં સારવારમાં બેદરકારી : નર્સે ગાળ બોલતા મામલો બિચક્યો

અમદાવાદ : શહેરની વી.એસ હોસ્પિટલ પોતાનાં સ્ટાફની ગેરવર્તણુંકનાં કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. જો કે આજે સારવાર લઇ રહેલા 80 વર્ષનાં વૃદ્ધનાં મોત બાદ તેનાં પરિવારે સારવારમાં બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન એક નર્સ દ્વારા ગાળાગાળી કરવામાં આવતા મામલો બિચક્યો હતો. વૃદ્ધ દેવચંદ સોનીનાં પરિવારજનોએ ડોક્ટર્સ પર સારવારમાં બેદરકારીનો આરોપ લગાવીને પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગત્ત 8મેનાં રોજ 80 વર્ષીય દેવચંદ સેનીએ તબિયત લથડતા વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સવારે તેમણે અચાનક ઉલ્ટી થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ તેનાં પરિવાર દ્વારા ડોક્ટર્સ અને નર્સની સારવારમાં બેદરકારીનાં કારણે થયું હોવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. જો કે પોલીસ અને નર્સ દ્વારા લાજવાનાં બદલે ગાજ્યા હતા. નર્સ દ્વારા ગાળ આપવામાં આવ્યા બાદ મામલો વધારે બિચક્યો હતો.

વૃદ્ધનાં મૃત્યુ બાદ પરિવાર દ્વારા થયેલા હોબાળાનાં કારણે મામલો પોલીસ સુધી પહોંચે તે પહેલા જ વી.એસનાં સુપ્રિટેન્ડન્ટ દોડી આવ્યા હતા. જો કે તેમનાંથી પણ મામલો થાળે પડે તેમ નહી લાગતા તેમણે સ્થાનિક કોર્પોરેટરને બોલાવ્યા હતા. જેથી કોર્પોરેટર અને સુપ્રીટેન્ડન્ટે પરિવારને સમજાવી બુજાવીને શાંત કર્યા હતા. તથા ડોક્ટર્સ તથા નર્સની વિરુદ્ધ કાર્યવાહી કરવાની બાંહેધરી આપ્યા બાદ સોની પરિવાર શાંત પડ્યો હતો.

You might also like