ફેમેલી કોર્ટના ગેટ પાસે જ પતિએ પત્ની ઉપર હુમલો કરી કુહાડીના ઘા ઝિંક્યા

અમદાવાદ: પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં અાવેલી ફેમેલી કોર્ટના ગેટ પાસે જ એક વિફરેલા પતિએ તેની પત્ની પર હુમલો કરી કુહાડીના ઘા ઝિંકી દેતા ચકચાર મચી ગઈ હતી.  અા અંગેની વિગત એવી છે કે પાલનપુર નજીક અાવેલા કોટડા ગામની રહીશ લક્ષ્મીબહેનના લગ્ન અમીરગઢ નજીક અાવેલા અવાડા ગામના જેઠા લાલા રબારી સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે મનમેળ થતા પાલનપુરની ફેમેલી કોર્ટમાં છુટાછેડાનો કેસ મુક્યો હતો. ગઈકાલે અા કેસની અાખરી મુદ્દત હોય લક્ષ્મીબહેન તેના પરિવાર સાથે કોર્ટમાં અાવી હતી.

લક્ષ્મીબહેન અને તેના પરિવારના સભ્યો કોર્ટના કમ્પાઉન્ડમાં વાતચીત કરતા હતા તે દરમિયાન એકાએક ધસી અાવેલા જેઠાએ કોર્ટના ગેટ પાસે જ લક્ષ્મીબહેન ઉપર હુમલો કરી કુહાડીના ઘા ઝિંકી દેતાં લક્ષ્મીબહેન લોહીલુહાણ હાતલતમાં ત્યાંને ત્યાં પડી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ગંભીરપણે ઘવાયેલી લક્ષ્મીબહેનને પ્રથમ પાલનપુરના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવી છે. પોલીસે હુમલા કરનાર અારોપી જેઠા રબારીને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધો છે. પોલીસે અા અંગે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like