ફાલુદા રબડી

સામગ્રી

1 લીટર દૂધ

5 ચમચી કોર્નફ્લોર

8-10 બરફના ટુકડાં

2 કપ ઠંડુ પાણી

2 ચમચી ડ્રાય ફ્રૂટ્સ (બદામ, કાજૂ, પિસ્તા ઝીંણા સમારેલા)

5 ચમચી ગુલાબ જળ

5 ચમચી કેસર સિરપ

5 ચમચી ખાંડ

5 ચમચી કેવડા જળ

1 ચમચી ઇલાયચી પાવડર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક વાસણમાં દૂધ,ખાંડ, કેસર સીરપ, ઇલાયચી એડ કરીને બરોબર ઉકાળો. જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી ફાલુદા બનાવવાની તૈયારી કરો. એક વાસણમાં કોર્નફ્લોર, 5 ચમચી પાણી એડ કરો, ધીમી આંચ પર આ મિશ્રણને ગરમ કરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી દો. એક ખુલ્લા વાસણમાં ઠંડુ પાણી અને બરફના ટૂંકડા એડ કરો. કોર્નફ્લોરના તૈયાર ગટ્ટ મિક્ષણને ફરસાણ બનાવવાના મશીનમાં નાખી અને ઠંડા પાણીમાં ફાલુદા તોડી લો. ફાલુદાને ઠંડા પાણીમાં 6-7 મિનિટ રહેવા દો. દૂધ જ્યારે અડધુ થઇ જાય, તો ગેસ બંધ કરીને તેને ઠંડી થવા દો, રબડી તૈયાર છે. ફાલુદાને પાણીમાંથી નિકાળીને ઠંડા થવા માટે ફ્રિજમાં રહેવા દો. હવે એક ગ્લાસમાં 2 ચમચી રબડી, એક ચમચી ફાલુદા, ગુલાબ જળના ટિપ્પા અને કેવળાનો રસ એડ કરો. ત્યાર બાદ તેની પર રબડી અને ફાલુદા એડ કરો. તેની ઉપર ડ્રાયફ્રટ્સ એડ કરીને સર્વ કરો.

You might also like