ઈજાગ્રસ્ત ફખરને ફિઝિયોએ આખી રાત જાગીને મેદાનમાં ઊતરવા લાયક બનાવ્યો

લંડનઃ ગઈ કાલે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો હીરો ફખર ઝમાન ૧૨ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ પાકિસ્તાની નૌસેનામાં સામેલ થયો હતો. ફાઇનલમાં તેના અંતિમ ઈલેવનમાં સમાવેશ સામે પણ શંકાઓ સેવાઈ રહી હતી. તેની તબિયત ખરાબ હતી. ફખર જમાને કહ્યું, ”મારા શરીરમાં તાકાત નહોતી. પ્રેક્ટિસ દરમિયાન હું ત્રણ-ચાર બોલ રમ્યો અને કોચને કહ્યું કે મારી અંદર એનર્જી નથી. હું ડ્રેસિંગ રૂમમાં જઈ રહ્યો છું. કોચે કહ્યું હતું ઠીક છે… પછી મેં મસાજર અને ફિઝિયોને બોલાવ્યા અને જણાવ્યું કે મને સારું નથી લાગતું. તમે લોકો કંઈક કરો.”

ફખરના જણાવ્યા અનુસાર પાકિસ્તાની ટીમના ફિઝિયોએ રાતનું ડિનર છોડીને આખી રાત મારી સારવાર કરી. મેચના દિવસે ફખર સવારે ચાર વાગ્યે નમાજ પઢવા માટે ઊઠતા પહેલાં ચાર-પાંચ કલાક ઊંઘી ગયો હતો. જ્યારે તે સવારે ઊઠ્યો ત્યારે તે પોતાની જાતને વધુ સારી અનુભવી રહ્યો હતો. ત્યાર બાદ તેણે મેદાનમાં ઊતરીને ઇતિહાસ રચી દીધો.
http://sambhaavnews.com/

You might also like