પત્રકારની ઓળખ આપી સસ્તા અનાજની દુકાને હપ્તા માંગી રહેલ 2ની ધરપકડ

સુરત : પત્રકારત્વએ દેશની ચોથી જાગીર કહેવાય છે. પરંતુ આજ શબ્દને હવે લાંછન લગાડનાર કિસ્સો સુરત જિલ્લાના કામરેજમાં જોવા મળ્યો હતો. પત્રકાર બનીને અને તેમની પાસે દિવાળીના પૈસા બાકી હોવાનું જણાવી તમામ પાસે હપ્તાની માંગણી કરી હતી.

જેથી આખરે વાત ઉપરથી તોડ બાજ પત્રકારો લગતા સ્થાનિકોની મદદથી બંનેને ઝડપી પાડી કામરેજ પોલીસને હવાલે કરી દીધા હતા. ઝડપાયેલ બંને ઈસમો પેકી પુરુષ ઈસમ ધર્મેન્દ્ર સીંગ વાઘેલા કે જે એલ.એચ રોડ, વરાછા નજીક ધનલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

મહિલા આશા ચંદ્રકાન્ત વાલેકર કે જે શાંતિનગર ઉધનાની હોવાનું બહાર આવ્યું હતું. બંને અભિષેક ટાઈમ્સ તેમજ નિકુંજ ટાઈમ્સ નામના હિન્દી છાપાના સબ એડિટરની ઓળખ આપી તોડ કરવા ગયા હતા.

તોડબાજ પત્રકારોએ 4 જેટલા દુકાન ધારકોને નિશાન બનાવ્યા હતા. જેમાં કાલુરામ શાહ, નિલેશ બંગાળી, પાંડુરંગ રાધા કૃષ્ણ તમામ કામરેજના સસ્તા અનાજની દુકાન ચાલવતા હતા. તેમજ કડોદરા ખાતે આવેલ ભરત બોલિવાલને ત્યાં મળી કુલ ૪૫૦૦ રૂપિયાનો તોડ પણ કર્યો હતો. હાલ સમગ્ર મામલે કામરેજ પોલીસે બંને બોગસ પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

You might also like