રાજકોટમાં ઝડપાયું નકલી ડિગ્રી કૌભાંડ, 2 આરોપીઓ સકંજામાં

રાજકોટઃ શહેરમાં ફરી નકલી ડિગ્રીનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. ઈન્ડિયન બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલનાં નામે કૌભાંડ ચાલતું હતું. જેને લઇને ગાંધીધામ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કૌભાંડીઓ ગ્રેજયુએટ બિઝનેસ મેનેજમેન્ટનાં નકલી પ્રમાણપત્ર આપતાં હતાં. આ સાથે જ એન્જિનિયરિંગનું પણ નકલી પ્રમાણપત્ર આપતાં હતાં.

ગુજરાતમાં 400 બોગસ ડીગ્રી વહેંચ્યા હોવાંની પણ આરોપીની કબૂલાત છે. અમદાવાદનો પથિક પંચાલ નકલી ડિગ્રીનાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. પથિક એજન્ટ નિમી તેમની પાસેથી કામ મેળવતો હતો.

એક ડિગ્રી લેખે રૂ.30થી 50 હજાર જેટલી રકમ લેતાં હતાં. પથિક પંચાલ અમદાવાદમાં સાક્ષર ફાઉન્ડેશન નામનાં ટ્રસ્ટનાં ઓઠા તળે ઈન્ડિયન બિઝનેસ મેનજમેન્ટ સ્કૂલનાં નામનાં મેનેજમેન્ટ તેમજ ઈજનેરની ડિગ્રી બનાવી આપતાં હતાં.

You might also like