અમદાવાદમાં પકડાયેલી જાલી નોટોનું પાકિસ્તાની કનેક્શનઃ એનઅાઈએને તપાસ સોંપાશે

અમદાવાદ: અમદાવાદમાંથી પકડાયેલી રૂ. ૧૮ લાખની ચલણી નોટોનું પાકિસ્તાની કનેક્શન બહાર અાવતાં તેની તપાસ હવે નેશનલ ઈન્વે‌િસ્ટગેશન એજન્સી (એનઅાઈએ)ને સોંપાશે.  ઉલ્લેખનીય છે કે એસ.ઓ.જી.ની ટીમે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ ૧૮ લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં બે ભાઈઓનાં નામ ખૂલ્યાં હતાં. રાજ્યભરમાં બનાવટી નકલી નોટો ઘૂસેડવા માટે કુખ્યાત માલદા અને તેની આસપાસના ગામના અનેક લોકો દેશના વિવિધ વિસ્તારમાંથી પકડાયા છે,

નકલી નોટોના કેસમાં મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે આપેલી બાતમીના આધારે એસ.ઓ.જી.ના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ બી.સી સોલંકી અને ટીમે માલદાના કાલિયાચોક વિસ્તારના આંતરરાષ્ટ્રીય બોર્ડરથી બે કિ.મી. દૂર આવેલા પારવદેવનાપુર ગામમાં એક ઓપરેશન પાર પાડીને સમીર કાલીચરણ મોન્ડલની ધરપકડ કરી હતી. ઘરમાં ઘૂસીને પોલીસે પકડેલા સમીરે કબૂલાત કરી કે નકલી નોટ સપ્લાય કરવાના ષડ્યંત્રમાં જોડાયેલો તેનો ભાઈ બુદ્ધુ મોન્ડલ હાલ મુંબઈ ગયો છે. આ વાતની જાણ અમદાવાદ કરાઈ અને વધુ એક ટીમે તાત્કા‌િલક મુંબઈ પહોંચીને બુદ્ધુ મોન્ડલની ધરપકડ કરી હતી. એજન્ટો મારફતે આ નકલી નોટો મુંબઈ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં લાવવામાં આવતી હતી.

છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઘુસાડાઈ રહેલી નકલી નોટો હાઈ ક્વોલિટીની અને સામાન્ય લોકો તે નકલી છે તે પારખી ન શકે તેવી હોવાનો રિપોર્ટ અાપ્યો હતો. આ બન્ને ભાઈઓ છેલ્લાં સાત વર્ષથી નકલી નોટો ઘુસાડવાના ષડ્યંત્રમાં જોડાયેલા હતા. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની બનાવટી નોટો કુરિયર અથવા એજન્ટો મારફતે વિસ્તારમાં ઘુસાડવામાં આવતી હતી. અગાઉ એસ.ઓ.જી.ની ટીમે વેજલપુર અને કાલુપુરમાંથી ઐયુબ ઉર્ફ બબ્બુ મુલ્લા શેખ (રહે. જુહાપુરા), ઈશરાર યાસીન દરજી (મુ‌િસ્લમ) (રહે. દિલ્હી) અને રહીશ સૈયદ (ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. આ તપાસ દરમિયાન વધુ ૮ લાખની નકલી નોટ સાથે પોલીસે મોફીઝુલ ઉર્ફે રાહુલ અને શાહબુદ્દીન નઝરૂલને પકડ્યા હતા.

You might also like