એક હજારની ઝેરોક્સ કરેલી નોટોનાં બંડલ સાથે રેઢી જીપ મળી અાવતાં દોડધામ

અમદાવાદ: મોરબી રોડ પર જકાતનાકા પાસેથી બિનવારસી હાલતમાં એક હજારની ઝેરોક્સ કરેલી નોટોના બંડલ સાથે જીપ મળી અાવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે નાસી છૂટેલા જીપચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે. અા અંગેની વિગત એવી છે કે રાજકોટ બી-‌િડ‌િવઝનનો પોલીસ સ્ટાફ ગઈ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી રોડ પર જકાતનાકા પાસે એક બોલેરો જીપ બિનવારસી હાલતમાં પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ જીપની તલાસી લીધી હતી. તલાસી દરમિયાન જીપના પાછળના ભાગે સીટ પરથી રૂ. એક હજારની અસલી નોટ જેવી ઝેરોક્સ કરેલી નોટોના બંડલો મળી અાવ્યા હતા.

અા બંડલ પોલીસે ચેક કરતાં પ્રથમ બે-ત્રણ નોટો જ ઝેરોક્સ કરેલી હતી પણ તેની પાછળ કોરા સફેદ રંગના કાગળની થપ્પીઓ હતી. પોલીસે અારટીઓમાં તપાસ કરાવતાં અા જીપ ગોંડલના રહીશ વીરભદ્ર ઝાલાની હોવાનંુ જાણવા મળ્યું હતું. કોઈ ભેજાબાજે છેતરપિંડી અાચરવા અા કારસ્તાન કર્યું હોવાનું પોલીસ માની રહી છે.
http://sambhaavnews.com/

You might also like