બે હજારની નોટ પહેલા તેની ડુપ્લીકેટ આવી બજારમાં : કેસ દાખલ

બેંગ્લોર : કાળાનાણા અને નકલી નોટો પર શિકંજો કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણની બહાર કરી દેવામાં આવી હતી. જેની અવેજમાં 2000ની નોટ બહાર પાડવામાં આવી હતી. સાથે સાથે 500ની નવી નોટ ટુંક સમયમાં બજારમાં આવશે. જો કે 2000ની નોટ હજી બજારમાં આવી નથી ત્યાં તેની ડુપ્લીકેટ નોટ પણ આવી ગઇ છે.

ચિકમગલુર એપીએમસીમાં એવી જ એક ઘટના બની છે. ત્યારબાદથી તંત્ર સતર્ક થઇ ગયું છે. ચિકમગલુર ખાતે કૃષી ઉત્પાદન સમિતીમાં એક ગ્રાહક ડુંગળી ઉત્પાદક પાસેથી ડુંગળી ખરીદીને તેને બે હજાર રૂપિયાની નોટ આપીને જતો રહ્યો હતો. ગ્રાહકે ખેડૂતને જણાવ્યું કે આ સરકાર દ્વારા બહાર પડાયેલી નોટ છે. જે હાલમાં જ નવી ચલણમાં આવી છે.

નવી નોટનાં સુરક્ષા ફીચરથી અજાણ તે ખેડૂતે તે નોટ પણ સ્વિકારી લીધી હતી. જો કે ઉત્સુકતાથી તેણે નોટ પોતાના સાથીઓને દેખાડી હતી. જો કે તપાસ કરતા જાણવા મળ્યું કે તે 2 હજાર રૂપિયાની કલર ઝેરોક્સ કોપી હતી. તે નોટને કાતરથી ખુબ જ બારીકી પુર્વક કાપવામાં આવી હતી.

You might also like