યુપીના ફૈઝાબાદમાં ૨૦થી વધુ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યો

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં 20થી વધુ મુસ્લિમ લોકોએ તેમનો ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો છે. તેમને હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરાવનારા લોકોએ દાવો કર્યો છે કે આ તમામ લોકોએ તેમની મરજીથી હિન્દુ ધર્મ અપનાવ્યો છે.
ફૈઝાબાદના આર્યસમાજમાં હિન્દુ ધર્મ અપનાવનારા આ મુસ્લિમોને હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરાવનારા સંઘના નેતા કૈલાસચંદ્ર શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે આ તમામે કોઈ પણ પ્રકારનાં લાલચ કે દબાણ વિના હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નટ સમાજ સાથે સંકળાયેલા આ લોકોનાં પરિવારજનો 25-30 વર્ષ પહેલાં હિન્દુ હતા અને હવે જ્યારે તેઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો છે ત્યારે તેમને આ તમામ લોકોને મુખ્ય ધારામાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવશે. આમ, યુપીમાં 20થી વધુ મુસ્લિમ લોકોએ હિન્દુ ધર્મ સ્વીકારીને ધર્માંતરણ કર્યું છે, તેમનું આર્યસમાજમાં સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like