‘દેશ કા બઢતા જાતા વિશ્વાસ, સાફ નિયત, સહી વિકાસ’નો નારો મોદી સરકારને ફળશે?

આગામી વર્ષ ર૦૧૯માં લોકસભાની ચૂં્ટણી યોજાવાની છે ત્યારે તે અંગેનું કાઉન્ડ ડાઉન શરૂ થઇ ગયું છે અને ગત ર૬મેના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ચાર વર્ષ પૂરાં થઇ ગયા છે ત્યારે મોદી સરકારે દેશની પ્રજા સુધી પોતાની સિદ્ધિઓ પહોંચાડવા ખાસ પ્લાન બનાવ્યો છે. મોદી સરકારના દસ કદાવર પ્રધાનો ર૬ મેથી ૩૦ મે સુધી દેશના ૪૦ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.

આ રીતે મોદીના શાસનને ચાર વર્ષ પુરા થવા નિમિત્તે દેશભરમાં અનેક કાર્યકમોનું આયોજન થયું હતું. એ જ રીતે સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના કટક પહોંચી ગયા હતા. અને પોતાની સરકારની ચાર વર્ષની સમાપ્તિ પર પોતે સ્વયં રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. બાદમાં પીએમ મોદી જનસભાને સંબોધી હતી. સાથે સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.

વડા પ્રધાને ટ્વિટ કરીને એક વીડિયો જારી કરી ‘દેશ કા બઢતા જાતા વિશ્વાસ, સાફ નિયત, સહી વિકાસ’ નો નવો નારો આપ્યો હતો અને સાથે દેશની જનતાને ધન્યવાદ આપ્યા હતા. ત્યારે આ નવો નારો મોદી સરકારને ફ‍ળશે ખરો તેવા સવાલ પણ થવા લાગ્યા છે.

શાસનનાં ચાર વર્ષ પૂરાં થવા નિમિત્તે કરેલી અનેક ટ્વિટમાં વડા પ્રધાને પોતાની સરકાર દ્વારા દેશના વિકાસ માટે ઉઠાવવામાં આવેલાં પગલાંઓની માહિતી આપી હતી. તેમણે દેશને નવો નારો આપતાં લખ્યું છે કે, ‘દેશ કા બઢતા જાતા વિશ્વાસ, સાફ નિયત, સહી વિકાસ’ પીએમ મોદીએ લખ્યું છે કે, આજના દિવસે ચાર વર્ષ અમે દેશમાં બદલાવ સાથે અમારી યાત્રા શરૂ કરી હતી.

છેલ્લા ચાર વર્ષમાં વિકાસ એક જનઆંદોલન બની ચૂકયું છે. ૧રપ કરોડ ભારતીયો આ દેશને નવી ઊંચાઇ પર લઇ જઇ રહ્યા છે.વડા પ્રધાન મોદીની ઓડિશાના કટકમાં યોજાયેલી જનસભામાં અનેક લોકો હાજર રહ્યા હતા.

મોદી સરકારના કદાવર પ્રધાનો ગૃહ પ્રધાન રાજનાથ‌િંસંહ, માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરી, રેલવે અને કાર્યકારી નાણાંપ્રધાન પીયૂષ ગોયેલ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, કાયદા પ્રધાન રવિશંકર પ્રધાન સહિત દસ પ્રધાનો દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરનાર છે અને મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવનાર છે. મોદી સરકારે ચાર વર્ષમાં ત્રણ ઐતિહાસિક નિર્ણય લીધા હતા. જેમાં નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઇક અને જીએસટીના અમલનો સમાવેશ થાય છે. મોદીએ ૮ નવેમ્બર ર૦૧૬ના રોજ સાંજે ૮-૦૦ કલાકે નોટબંધીની જાહેરાત કરી હતી.

જેના કારણે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચકચાર મચી ગઇ હતી. ત્યાર બાદ ર૭ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ સવારે ૧૦ કલાકે ભારતીય સેના દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે પાકિસ્તાની સીમામાં ઘૂસીને આતંકવાદી અને તેમની છાવણીઓનો સફાયો કરવામાં આવ્યો હતો અને ૧ જુલાઇ, ર૦૧૭થી કરવેરા ક્ષેત્રમાં મોટા સુધારાનાં પગલાં તરીકે જીએસટીનો અમલ શરૂ કરી દીધો હતો.

આ દરમિયાન આ પ્રસંગે કોંગ્રેસે ૨૬મી મેના દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતુ. તે મુજબ કોંગ્રેસ તમામ રાજયોની રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ અને જિલ્લા વડા મથકો પર ધરણાં અને દેખાવો કર્યા હતા. કોંગ્રેસ વિશ્વાસઘાત થીમ પર એક પોસ્ટર પર જારી કરી ચૂકી છે. જેના પર લખ્યું છે ‘વિશ્વાસઘાતઃ ચાર સાલોંમેં સિર્ફ બાત હી બાત’
કોગ્રેસના કેટલાંક નેતાઓએ મોદી સરકારને તેના ચાર વર્ષની ઉજવણી કરવાની બાબતને તાયફો ગણાવી જણાવ્યુ હતુ કે આ માત્રને માત્ર લોકોના પૈસાની બરબાદી જ છે.

મીડિયામાં જાહેરાતો આપી કરોડોનો ખર્ચ કરવાથી આમ જનતામાં લોકપ્રિય થઈ જવાતું નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા. મોદીએ ટ્વિટ કરી લખ્યું હતુ કે ૨૦૧૪માં આજના દિવસે જ અમે ભારતમાં પરિવર્તન સફરની શરૂઆત કરી હતી. ચાર વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયો છે.

દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુભવી રહ્યા છે. સવા સો કરોડ ભારતીયો ભારતને નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે સરકારના ચાર વર્ષ પૂરા થવાથી મોદીએ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. જેની અનેક નેતાઓએ પ્રશંસા કરી હતી.

You might also like