શું તમને ખ્યાલ છે, Facebookનો રંગ શા માટે છે બ્લ્યુ?

સોશિયલ મીડિયા દિગ્ગદ ફેસબુકની આજે વર્ષગાંઠ છે. ફેસબુકની શરૂઆત 4 ફેબ્રુઆરી 2004નાં રોજ થઇ હતી. આ અવસર પર અમે આપને અહીં ફેસબુક અને તેનાં સહસ્થાપક એવાં માર્ક ઝુકરબર્ગ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

માર્ક ઝુકરબર્ગે એક ઇન્ટરવ્યુ દરમ્યાન એમણે જણાવ્યું હતું કે એમણે એક ઓનલાઇન ટેસ્ટ લીધો હતો અને ત્યારે તેમણે એવો ખ્યાલ આવ્યો હતો કે તેઓ રંગે અંધત્વ છે. ફેસબુકનાં કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝુકરબર્ગને રેડ-ગ્રીન કલર બ્લાઇન્ડનેસ છે.

આ કારણોસર ફેસબુકને ઝુકરબર્ગની ઇચ્છાનુસાર બ્લુ કલરનું રાખવામાં આવેલ છે. માર્ક ઝુકરબર્ગ પોતે એક ડૉગ લવર છે અને એમની પાસે હંગરિયન શીપડૉગ પણ છે કે જેનું નામ Beast છે. એમનાં ફેસબુકમાં 2 મિલિયનથી પણ વધારે ફેન્સ છે.

જ્યારે રોમાન્સની વાત કરવામાં આવે ત્યારે ફેસબુકનાં સહસ્થાપક એવાં ઝુકરબર્ગ પોતે આ મામલે પમ વધારે તેજ છે. માર્ક ઝુકરબર્ગ પોતાની ગર્લફ્રેન્ડ Priscilla Chanનાં પરિનારજનો સાથે વાત કરવા માટે સ્પેશિયલ ચાઇનીઝ ભાષા શીખી હતી. હવે તેમની તે ગર્લફ્રેન્ડ તેમની પત્ની બની ચૂકી છે.

હાલમાં એમનાં પરિવારમાં એક નાની પરીએ (બાળકી)એ પણ જન્મ લીધો છે. થોડાંક સમય પહેલાં એવું હતું કે તેઓને ફેસબુક પર બ્લોક ન હોતા કરી શકાતાં. જ્યારે હવે તેઓને બ્લોક કરી શકાય છે.

સાડા ચાર લાખ ફોલોઅર્સથી પણ વધારે ફોલોઅર્સ હોવાં છતાં ઝુકરબર્ગે આજ સુધી ટ્વિટરમાં માત્ર 19 ટ્વિટ જ કર્યા છે. ઝુકરબર્ગ સામાન્ય રીતે પોતાની પોસ્ટ ફેસબુક પર જ વધારે શેર કરે છે.

You might also like