જાણો ટીમ મોદીથી જોડાયેલી કેટલીક મોટી વાતો

પીએમ નરેન્દ્ર મોદીએ બે વર્ષની અંદર કેબિનેટમાં બીજી વખત વિસ્તરણ કર્યુ છે. વિસ્તરણ દરમિયાન કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટમીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આ સાથે તમને જણાવી દઇએ કે મોદી કેબિનેમાં વિસ્તરણથી જોડાયેલી દસ મોટી વાતો.

1. પીએમ મોદીએ પોતાની ટીમમાં 19 નવા ચહેરાનો સમાવેશ કર્યો છે.

2. શિવસ્ના કોટામાંથી કોઇને પણ મંત્રી બનાવાયા નથી.

3. હવે સૌથી યુવામંત્રી અનુપ્રિયા પટેલ થઇ ગઇ છે. તેની ઉંમર 35 વર્ષની છે.

4. યૂપી, રાજસ્થાન, એમપી અને ગુજરાતમાંથી ત્રણ ત્રણ ચહેરા લેવામાં આવ્યા છે.

5. 19માંથી કેટલાક જ જાણીતા ચહેરા ટીમમાં આવ્યા છે.

6. રામદાસ અઠાવલે શપથ લેતી વખતે પોતોનું નામ વાંચવાનું જ ભૂલી ગયા. રાષ્ટ્રપતિએ તેમને ત્રણ વખત ટોક્યા હતા.

7. ત્રણ લોકોએ અંગ્રેજીમાં શપથ લીધા.

8. ટીમમાં 75 વર્ષથી ઉપરના કોઇ પણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

9. કેબિનેટમાં બે યૂપી મહિલાઓનો સમાવેશ કરવાની સાથે મોદી કેબિનેટમાં થયો મહિલાઓની સંખ્યામાં વધારો થયો.

10. એક બાજુ મંત્રી શપથ લઇ રહ્યા હતા તો બીજી બાજુ રામશંકર કઠેરિયા સહિત 6 લોકોએ પીએમને રાજીનામા આપી દીધા.

You might also like