શું તમે જાણો છો રોકેટ પસાર થયા બાદ પાછળ સફેદ લાઇન શા કારણે થાય છે?

આપણું બાળપણ પસાર થયું છે આકાશમાં ઉડતાં વિમાનોને બાય બાય કરવામાં. રોકેટના પસાર થયા બાદ એ આકાશમાં બનેલી સફેદ લાઇનને આપણે આશ્વર્યથી જોતા હતા. કેટલાક લોકો એને રોકેટનો ધુમાડો માનતાં હતા, તો કેટલાક લોકો બરફની લાઇન, પરંતુ આપણાં માંથી કેટલાક લોકો જ જાણે છે કે એ હકીકતમાં શું હોય છે?

નાસાના એક રિપોર્ટ અનુસાર આકાશમાં બનતી આ સફેદ લાઇનને કંટ્રેલ્સ કહેવામાં આવે છે. કંટ્રેલ્સ પણ વાદળ જ હોય છે, પરંતુ એ સામાન્ય વાદળોની જેમ બનતા નથી. આ હવાઇ જહાજ રોકેટથી બને છે અને ખૂબ ઊંચાઇ પર જ બને છે.

જમીનથી આશરે 8 કિલોમીટર ઉપર અને 40 ડિગ્રી સેલ્સિયસમાં આ પ્રકારના વાદળ બને છે. હવાઇ જહાંજ અથવા રોકેટના એક્ઝોસ્ટથી એરોસોલ્સ નિકળે છે. જ્યારે આકાશનો ભેજ આ એરોસોલ્સની સાથે જામી જાય છે, તો કંટ્રેલ્સ બને છે.

કંટ્રેલ્સ સૌથી પહેલા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1920માં જોવા મળ્યા હતા. આ બધાની નજરમાં દૂરથી જ આવી જાય છે. જેના કારણે લડાકૂ પાયલોટ પકડમાં આવવા પર બચી જતા હતા. કેટલીક વખત એવું પણ બનતું હતું કે ઘુમાડાના કારણે કેટલાક વિમાન એકબીજા સાથે અથડાઇ જતાં કારણ કે એમને કઇ દેખાતું નહતું.

આ કંટ્રેલ્સ થોડાક જ સમયમાં ગૂમ થઇ જાય છે. જેવી રીતે વિમાન જાય છે આ પણ ગૂમ થઇ જાય છે. આ કંટ્રેલ્સ લાંબી લાઇન હોય છે, જે આકાશમાં વિમાનના ગયા બાદ જોવા મળે છે. એને બનવા પાછળ કારણ હવામાં ભેજ હોય છે. જરૂરી નથી કે વિમાન પસાર થાય ત્યાં જ જોવા મળે.

http://sambhaavnews.com/

You might also like