થર્મોસ બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ અાગ લાગતાં ભારે અફરાતફરી

અમદાવાદ: સેલવાસના પીપળીયા જીઅાઈડીસીમાં અાવેલ એક ફેક્ટરીમાં અાજે વહેલી સવારે ભીષણ અાગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાર શહેરોની ફાયરબ્રિગેડ હાલ ઘટનાસ્થળે છે અને અાગ ઓલવવાની કામગીરી પુરજોશમાં ચાલું છે અામ છતાં હજુ અાગ કાબૂમાં અાવી નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સેલવાસ નજીક પીપળીયા જીઅાઈડીસીમાં અાવેલ હેમિલ્ટન નામની થર્મોસ બનાવતી ફેક્ટરીમાં અાજે વહેલી સવારે અચાનક જ ભીષણ અાગ ફાટી નીકળી હતી. અા ફેક્ટરીના બિલ્ડિંગના ત્રણેય માળમાં અાગ પ્રસરતા અાગની જ્વાળાઓ ઉચે સુધી દેખાતા અને અાકાશમાં ધુંમાડાનાં ગોટેગોટા છવાતાં સમગ્ર વિસ્તારમાં ભયની લાગણી પ્રસરી હતી. ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને અન્ય સ્ટાફ પણ જીવ બચાવવા ફેક્ટરીની બહાર દોડી ગયા હતા.

અા ઉપરાંત અાજુબાજુના વિસ્તારના લોકો પણ પોતપોતાના ઘરના બહાર નીકળી ગયા હતા. બનાવની જાણ થતાં જ સુરત, વાપી, સેલવાસ અને દાદરાનગર હવેલીના ફાયરબ્રિગેડના જવાનો તાબડતોબ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરનો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ અા લખાય છે ત્યારે પણ હજુ અાગ કાબૂમાં ન અાવી હોવાનું જાણવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like