કૌભાંડી કિશોર ભજિયાંવાળાએ વિધવાની ફેકટરી પડાવી લીધી હોવાની ફરિયાદ

અમદાવાદ: સુરતના ચકચારી કિશોર ભજીયાવાળા કેસમાં અાઈટી વિભાગ બાદ પોલીસે પણ હવે તપાસમાં ઝંપલાવ્યું છે. ભજીયાવાળાની ઉલટતપાસ દરમિયાન મળેલી માહિતીના અાધારે પોલીસને ઉધનાના ખાડી વિસ્તારમાંથી બંધ હાલતમાં એક ફેકટરી મળી અાવ્યા હોવાનું જાણવા મળ્યા બાદ અા ફેકટરી એક વિધવા પાસેથી ભજીયાવાળાએ પડાવી લીધી હોવાનું બહાર અાવ્યું છે.

અા ફેકટરી મંજિત કૌર નામની એક મહિલાના પતિની હતી. મહિલાના પતિએ કિશોર ભજીયાવાળા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. રૂપિયા સમયસર ભરપાઈ ન થતાં કિશોર ભજીયાવાળાએ અા ફેકટરી પડાવી લીધી હોવાનો અારોપ મંજિત કૌરે કર્યો છે અને અા અંગે પોલીસમાં ફરિયાદ અાપી ન્યાયની માગણી કરી છે. જ્યારે મંજિત કૌરે કિશોર ભજીયાવાળા પાસે બાકી નીકળતા પૈસા લેવા ગઈ ત્યારે કિશોર ભજીયાવાળાએ તેને ધુધકારીને કાઢી મૂકી હતી. હાલમાં અા વિધવા બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. ઉધના પોલીસે અા અંગે સઘન તપાસ હાથ ધરી છે.

દરમિયાનમાં અાઈટી વિભાગે અારબીઅાઈને એક પત્ર લખી નવી નોટોનો જથ્થો કઈ ચેસ્ટ બેન્કમાં મોકલવામાં અાવ્યો હતો અને ચેસ્ટ બેન્કમાંથી કઈ કઈ શાખામાં અા રૂપિયા ગયા હતા અને કોણ ખાતેદારો અા રકમ લઈ ગયા હતા તેની તમામ માહિતી મગાવી છે. કિશોર ભજીયાવાળા પાસેથી પકડાયેલ નવી અને જુની નોટોના જથ્થામાં બેન્કના કેટલાક કર્મીઓની સંડોવણી હોવાનું અાઈટી વિભાગ માની રહી છે.

home

 

You might also like