કાશ્મીરમાં અલગાવવાદીઓને મારવાનું ષડયંત્ર, આફિઝ અને લખ્વી વચ્ચે પડી તિરાડ

નવી દિલ્હી: ભારતમાં આતંક ફેલાવનાર પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તોયબાના પ્રમુખ હાફિઝ સઇદ અને જકી ઉર રહેમાન લખ્વીની વચ્ચે તિરાડ પડી ગઇ છે. ભારતીય ખાનગી એજન્સીઓને મળતી જાણકારી અનુસાર બંનેની વચ્ચે કાશ્મીરમાં આતંક ફેલાવાને લઇને મતભેદ થઇ ગયો છે.

મળતી માહિતી અનુસાર કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મારીને ઘાટીમાં અશાંતિ ફેલાવવા ઇચ્છે છે. આ ઉપરાંત એમને એવું પણ નક્કી કર્યું છે કે હવે ભારતમાં થનાર આતંકી હુમલાની જવાબદારી લેવામાં એ એના સંગઠનના નામનો ઉપયોગ કરશે નહીં.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર અલગાવવાદીઓને મારવાનું ષડયંત્ર લખ્વી રચી રહ્યો હતો કારણ કે હિંસા ફેલાવી શકાય. બીજી તરફ નજરબંધ કર્યા ગયા બાદ હાફિઝ સઇદ ડરેલો છે અને એને લાગે છે કે ભારત દ્વારા નાંખવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પોતાની જાતને બચાવી રાખવી જરૂરી છે એટલા માટે એના માટે એના સંગઠનના નામનો ઉપયોગ કરવાની જગ્યાએ કોઇ બીજા નાંથી કાશ્મીરમાં આંદોલન ભડકાવશે.

http://sambhaavnews.com/

You might also like