માર્ક ઝકરબર્ગ ૪૫ અબજ ડોલરના શેર દાન કરશે

ન્યૂયોર્ક:સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાના ઘરે દીકરી જન્મી હોવાની જાહેરાત કરી છે. દીકરીનું નામ મેક્સ રાખવામાં અાવ્યું છે. દીકરીનાં જન્મની સાથે જ ઝકરબર્ગે જાહેરાત કરી છે કે તે પોતાની મોટાભાગની સંપત્તિ એટલે કે કંપનીના ૯૯ ટકા શેર પોતાની જિંદગીમાં જ દાન કરી દેશે જેથી પુત્રી માટે એક શ્રેષ્ઠ જગ્યા બનાવી શકે.

પોતાના ફેસબુક પેજ પર ઝકરબર્ગે લખ્યું છે કે તે અને તેની પત્ની પ્રિસિલા પોતાના જીવનકાળ દરમિયાન જ કંપનીમાં પોતાના ૯૯ ટકા શેરની રકમ દાન કરી દેશે. વર્તમાન સમય મુજબ અા શેરની કિંમત ૪૫ અબજ ડોલર છે. તેમણે કહ્યું કે અાવું કરીને તે તમામ બાળકો માટે દુનિયાને શ્રેષ્ઠ બનાવવામાં પોતાના તરફથી નાનકડું યોગદાન અાપશે.

પુત્રીના જન્મ પર લખેલા પોતાના પત્રને ઝકરબર્ગે અા રીતે શરૂ કર્યો છે, ‘તારી મા અને મારી પાસે અે અાશાને વર્ણવવા માટે શબ્દો નથી જે તે ભવિષ્ય માટે તે અમને અાપી છે’ પત્રમાં કહેવાયું છે કે ટેકનિક ઝકરબર્ગ દંપતીનાં લક્ષણે હાંસલ કરવામાં કેટલીક મહત્વની છે.

ઝકરબર્ગે પોતાની પુત્રી માટે લખ્યું છે કે તારી પેઢી માટે સૌથી મોટો પ્રસંગ તમામને ઇન્ટરનેટ એક્સેસ અાપવાથી અાવશે. ઝકરબર્ગે એમ પણ જણાવ્યું તે ખૂબ જ જલદી દાન અંગે વધુ માહિતી અાપશે.

You might also like