ફેસબુક પર વીડિયો મેસેજ દ્વારા Wish કરો Birthday

સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે યુઝર્સ માટે બર્થડે સેલિબ્રેશન કરવાનું એક ખાસ ફીચર તૈયાર કર્યું છે. જેનું નામ તેમણે “બર્થડે વીડિયો કેમ” આપ્યું છે. હાલ આ ઓપ્શન ios યુઝર્સ માટે જ છે. તમારા ફ્રેન્ડલિસ્ટમાં કોઇનો પણ બર્થડે હોય અને તમે તેને વિશ કરવા માટે જેવો મેસેજ ટાઇપ કરશો તમને એક પોપઅપ જોવા મળશે. જેમાં 15 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરવાનું કહેવામાં આવશે. તેની પર ક્લિક કરતાની સાથે જ સ્માર્ટફોનનો સેલ્ફી કેમેરો ઓન થઇ જશે અને તમે વીડિયો રેકોર્ડ કરીને તેને પોસ્ટ કરી શકશો.

ઉલ્લેખનિય છે કે ફેસબુક છેલ્લા એક વર્ષથી વીડિયો કંન્ટેન્ટ પર જોર લગાવી રહ્યું છે અને યુઝર્સને વધારેને વધારે વીડિયો અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. એક્પર્ટના મતે ફેસબુક આવનારા દિવસોમાં યૂટ્યૂબને ટક્કર આપી શકે છે. હાલમાં જ કંપનીએ વીડિયો માટે ખાસ ફીડ બનાવી છે. જેનાથી વીડિયો સેવા વધારે સારી ઓર્ગેનાઇઝ કરી શકાશે. ફેસબુકનો બર્થડે વીડિયો ફીચર તેનો જ એક ભાગ છે.

You might also like