ફેસબુક દ્વારા જ્યારે યૂઝર્સને ફ્રેન્ડશીપના 46 વર્ષ પુરા થયાની શુભેચ્છા મળી…..

ફેસબુકના કેટલાક વપરાશકારો ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયા જ્યારે તેમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા અન્ય યૂઝર્સ સાથે ફ્રેન્ડશિપના 46 વર્ષ પૂરા થવા પર શુભેચ્છા પાઠવી. આ ગડબડી એક મજેદાર બગ ના કારણે થઇ હોવાની જાણાકારી પ્રાપ્ત થઇ છે. આજથી 15 વર્ષ પહેલા ફેસબુકનું અસ્તિત્વ હતું નહી અને ઘણા યુઝર્સની ઉંમર અત્યારે પણ 46 વર્ષ નથી. તો પછી તે લોકોને ફેસબુક પર દોસ્તીના 46 વર્ષ પુરા થયાની શુભેચ્છા કેવી રીતે મળી? એક રીપોર્ટ અનુસાર ફેસબુક દ્વારા આ ગડબડી કેવી રીતે થઇ તે નથી જણાવામાં આવ્યું પરંતુ આવી ગડબડી થઇ છે ખરી તે જણાવ્યું. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે અમને આ બગ અંગેની જાણકારી મેળવી લીધી છે અને કંપની તેને દૂર કરવાની કામગીરી કરી રહી છે. રીપોર્ટ પ્રમાણે આ ગડબડ યૂનિક્સ એપકના કારણે થઇ છે. હકીકતમાં દુનિયાના સૌથી વધુ સર્વર યૂનિકસ નામના ઓપરેટીંગ સિસ્ટમથી ચાલતા હોય છે.

You might also like