દરેક ખૂણાને રેકોર્ડ કરશે ફેસબુકનો 17 લેંસવાળો VR કેમેરો

નવી દિલ્હી: ફેસબુકએ સેન ફ્રાંસિસ્કોના F8 કોન્ફ્રેંસ દરમિયાન હાઇ એન્ડ વીડિયો કેપ્ચરિંગ સિસ્ટમ ‘Surround 360’ લોન્ચ કર્યો છે. આ 17 લેંસનો 3D વર્ચૂઅલ રિયાલિટી કેમેરો જે દેખાવમાં UFO જેવો લાગે છે. તેમાં એક વેબ બેસ્ડ સોફ્ટવેર છે જે 360 ડિગ્રી વીડિયો રેકોર્ડ કરીને રેંડર કરશે.

તમને જણાવી દઇએ કે આ વર્ચુઅલ રિયાલિટી કેમેરાને કંપની વેચશે નહી. પરંતુ તેને હાર્ડવેર ડિઝાઇન અને વીડિયો સ્ટિચિંગ એલ્ગોરિધમને ઓપન સોર્સ પ્રોજેક્ટ Git Hub પર રિલીજ કરવામાં આવશે. તેના બધા પાર્ટ $30,000માં ઇન્ટરનેટ પરથી ખરીદી શકાશે.

ફેસબુકની ગાર્ડન ઓફિસ, 10 વાત જે બધાથી અલગ છે…

આ વર્ચુઅલ રિયાલિટી કેમેરામાં શું છે ખાસ

4 મેગાપિક્સલ 17 હાઇ એન્ડ લેન્સ
તેમાં 4 મેગાપિક્સલના 17 લેંસ છે જેના માધ્યમથી 4K, 6K અને 8K સુધી વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. તેના ઉપર એક ઉપર એક અને નીચે બે ફિશ આઇ લેન્સ લગાવવામં આવ્યા છે, એટલે કે વીડિયો રેકોર્ડિંગમાં કોઇપણ ભાગ છૂટશે નહી.

સરળતાથી કાઢી અને લગાવી શકાય છે કેમેરા
તેમાં લાગેલા કેમેરાને સરળતાથી કાઢી શકાય છે. તેમાં એલ્યૂમિનિયમ કેસિંગ છે જેના લીધે આ કલાકો સુધી ગરમ વિસ્તારમાં પણ ગરમ થશે નહી અને તેને સરળતાથી ગમે ત્યાં લઇ જઇ શકાશે.

રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં વધુ એડિટિંગની જરૂરિયાત નહી
આના દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા 360 ડિગ્રી વર્ચુઅલ રિયાલિટી વીડિયોઝને વધુ એડિટ કરવાની જરૂર નહી પડે. તેમાં આપેલા સોફ્ટવેરના લીધે પોસ્ટ પ્રોડક્શનનું કામ વધુ રહેશે નહી.

You might also like