ફેસબુક અને ટ્વિટર ન્યૂઝ ચેનલોને બંધ કરાવશે!

ફેસબુક-ટ્વિટરે હવે ન્યૂઝનું લાઇવ કવરેજ કોઇ પણ માણસ મૂકી શકે તેવી વ્યવસ્થા કરી છે. જેથી ન્યૂઝ ચેનલો પર અસ્તિત્વ ટકાવી રાખવાનું જોખમ ઊભું થયું છે. ટ્વિટરે તેની એપ પેરિસ્કોપ શરૂ કરી છે. જેના ઉપયોગથી કોઇ પણ જગ્યાએથી કોઇ પણ ઘટનાનું લાઇવ પ્રસારણ કરી શકો છો. તે જ રીતે ફેસબુકે પણ ફેસબુક લાઇવ એપના માધ્યમથી ન્યૂઝના લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે.

અમેરિકામાં કારમાં જતા એક કપલમાંથી બોયફ્રેન્ડને પોલીસે ગોળી મારી તેનું લાઇવ સ્ટ્રીમિંગ ગર્લફ્રેન્ડે ફેસબુક લાઇવ પર કરી દીધું. તે જ રીતે બ્લેક લાઇવ મેટર્સ મૂવમેન્ટના એક નેતાની પોલીસે ધરપકડ કરી તો તેનું સ્ટ્રીમિંગ તેણે ટ્વિટરના પેરિસ્કોપથી કરી દીધું. આમ, ટીવીથી વધુ ઝડપી લાઇવ પ્રસારણ કરવાની ટેક્નોલોજી હવે સામાન્ય લોકોના હાથે ચડી છે.

આ ટેક્નોલોજીની અસર શું પડશે તે સમય જ બતાવશે, પરંતુ હવે ન્યૂઝ ચેનલ પોતાના એજન્ડાના હિસાબે કે નક્કી કરેલી લાઇન પર ન્યૂઝ બતાવવા જશે તો ભેરવાશે તે નક્કી. લાખો લોકોના હાથમાં હવે જે તે ઘટનાનું સીધું જ પ્રસારણ બતાવવાની શક્તિ આવી જશે.

જાણકારો કહે છે કે હવે ન્યૂઝ ચેનલે ન્યૂઝ ઉપરાંત તેની પાછળની ઘટનાઓ, ભવિષ્યમાં શું થશે તેના એનાલિસિસ પર વધુ ભાર મૂકવો પડશે. ટેક્નોલોજીની અસર ભારત કે ચીન જેવા દેશોમાં વધુ પડશે, કારણ કે અહીં જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ અને તેની ઝડપ વધી રહી છે અને માણસોની સંખ્યાનો તો કોઇ વાંધો છે જ નહીં. લાખો નહીં પરંતુ કરોડો લોકો હવે પત્રકારની ભૂમિકામાં આવી જશે.

You might also like