જાણો… ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામથી કેવી રીતે કરી શકો છો કમાણી

આજથી દશકા પહેલા કોઇ એવું કહેતું કે ફેસબુક પર અથવા ફેસબુક માટે કામ કરીએ છીએ તો વિશ્વાસ થતો નહીં કે આમાથી પણ કમાણી કરી શકાય. પરંતુ સમય બદલાતાની સાથે-સાથે લોકો ફેસબુક અને ટ્વિટર જેવા માધ્યમો દ્વારા કમાણી કરી રહ્યાં છે. જો તમે પણ સોશિયલ મિડિયા સાથે વધારે સમય પસારકરતા હો તો તમે પણ સારી કમાણી કરી શકો છો.

તો જાણો કઇ રીતે બની શકાય છે સોશિયલ મિડીયાના નિષ્ણાંત અથવા વિશ્લેષક…
1. રહેવું પડશે અપ ટૂ ડેટ…
સોશિયલ મિડીયામાં નિષ્ણાંત બનવા માટે પહેલી શર્ત છે કે હંમેશા તમે અપ ટૂ ડેટ રહેવું પડે છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ પ્લસ સિવાય બીજા માધ્યમો પણ છે જે દરરોજ નવા ફિચર્સ લાવી રહ્યાં છે. તેને જાણવા માટે તે ફિચર્સને સમજવાની અને બીજાને સમજાવવાની ક્ષમતા પણ હોવી જોઇએ.

2. ભાષા પર સારી પકડ હોવી જોઇએ…
સોશિયલ મિડીયા નિષ્ણાંત હોવા માટે પોતાની સ્થાનિક ભાષાની જાણકારી સિવાય ઇન્ટરનેશનલ ભાષા જેમ કે અંગ્રેજી અથવા કોઇપણ યુરોપિયન ભાષા જેમ કે ફ્રેંચ અથવા જર્મન આવડતી હોયો વિશેષ ફાયદો થશે.

3. ટેકનોલોજી સાથે સતત અપડેટ રહેવું…
સોશિયલ મિડીયાનું બધુ જ કામ કમ્પ્યૂટર, મોબાઇલ, ટેબલેટ અથવા આઇ-પેડ દ્વારા જ થાય છે. એવામાં તમે જેટલી જલ્દી આ ઇલેકટ્રોનિક ગેજેટને ઝડપી સમજો તેટલું સારું છે. કારણ કે તેના વગર આ વસ્તુ અશક્ય છે.

4. સમય અને ટ્રેન્ડ પર પકડ હોવી જોઇએ…
સોશિયલ મિડીયાના નિષ્ણાંત અને વિશ્લેષકો આ વાત સમજતા હોય છે કે કઇ વસ્તુ સોશિયલ મિડીયા પર વધારે ચાલી શકે છે. કયા સમાચાર હાલમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે. તેને સમયઅનુસાર આગળ કરતા હોય છે.
જો તમે આ બધી વાતોને ધ્યાન રાખી કેળવી શકતા હો તો આ વ્યવસાય તમારા માટે એકદમ પરફેક્ટ છે.

You might also like