હવે ફેસબુક પણ લાવવાનું ગ્રુપ ઓડિયો-કોલિંગ

ફેસબુક એના યુઝર્સને એ બધું જ અાપવા માગે છે જે બીજી એપ દ્વારા લોકો મેળવે છે. હવે ગ્રુપ ઓડિયો-કોલિંગ કરી શકાય એ દિશામાં ફેસબુક કામ કરી રહ્યું છે. ઓલરેડી ફેસબુકે ડેસ્કટોપ પરથી કેટલાક યુઝર્સને ઓડિયો-કોલ કરવાનો િવકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે. જો ફેસબુક અા ફીચર લોન્ચ કરી દે તો વેબસાઈટ પર ફેસબુક લોગ-ઈન કરતાં ગ્રુપ ચેટની વિન્ડો ખૂલશે અને ગ્રૂપ ઓડિયો-કોલિંગનો ઓપ્શન દેખાશે. અા ફીચરથી કોન્ફરન્સ-કોલનો વિકલ્પ મળશે. જેને તમે બહુ ઓળખતા નથી એવા લોકો સાથે ફેસબુક દ્વારા વાતચીત કરવાનું ફીચર ફાયદેમંદ રહી શકે છે.

http://sambhaavnews.com/

You might also like