હવે ફેસબુક સૌથી ઝડપી ટ્રાન્સલેશન કરશે

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ભાષાની સીમાઅો તોડીને માણસોની જેમ જ સ્પષ્ટ અનુવાદની સુવિધા અાપવાની તૈયારીમાં વ્યસ્ત છે. કંપનીઅે હાલમાં એક પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે પરંતુ તેનો દાવો છે કે તે બીજા ટ્રાન્સલેટર સોફ્ટવેરની તુલનામાં નવ ગણી વધુ ઝડપે અનુવાદ કરવામાં સક્ષમ છે.

ફેસબુકમાં અાર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરનાર એન્જિનિયર ડેવિડ ગ્રેંગિયરે જણાવ્યું કે અમે એક એવું ટ્રાન્સલેટર સોફ્ટવેર બનાવવા પર કામ કરી રહ્યા છીએ જે ફેસબુક પર અસરકારક હોય. ખાસ કરીને પુસ્તકની વાતોનો અનુવાદ અને સામાન્ય બોલચાલની વાતોનો અનુવાદ અલગ હોય છે.

ફેસબુકમાં અનુવાદની નવી ટેકનિક હજુ રિસર્ચના સ્તર પર છે. તેની સાથે જોડાયેલા સંશોધકોને અાશા છે કે તે ખૂબ જ જલદી ઉપલબ્ધ થશે. તેને એ પ્રકારે તૈયાર કરવામાં અાવી રહ્યું છે કે કોઈ વાક્યનો અનુવાદ કરતાં પહેલાં તે તેને એ જ રીતે સમજે જે રીતે મનુષ્યનું મગજ સમજે છે. હાલમાં અે વાત સ્પષ્ટ નથી કે ફેસબુકનું અા સોફ્ટવેર કઈ ભાષાઅોમાં અનુવાદની સુવિધા અાપશે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ગૂગલ અને અન્ય પ્લેટફોર્મ પર એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવાની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ અા અનુવાદ ઘણીવાર તમારી અાશાઅો પર ખરું ઊતરતું નથી.
http://sambhaavnews.com/

You might also like