જર્મની ખાતે ફેસબુકની ઓફીસ પર હૂમલો : કાળા કપડાં પહેરેલા ટોળા દ્વારા તોડફોડ

લંડન : જર્મનીનાં હેમ્બર્ગમાં 15-20 લોકોનાં એક ટોળાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનાં કાર્યાલયમાં તોડફોડ કરી હોવાની ઘટનાં સામે આવી રહી છે. ઓફીસમાં ઘુસીને આ લોકોએ કાચ તોડ્યા હતા, રંગનાં ડબ્બાઓ ફેંક્યા હતા અને પ્રવેશ દ્વાર પર સ્પ્રે પેઇન્ટ વડે ફેસબુક ડિસલાઇક લખ્યું હતું. એક અંગ્રેજી સમાચાર પત્રનાં દાવા અનુસાર ઉત્તરી જર્મનીનાં હેમ્બર્ગ શહેરમાં ફેસબુકનું કાર્યાલય આવેલું છે. જેને 15-20 લોકોનાં ટોળાએ નિશાન બનાવ્યું હતું.

હૂમલાખોરોએ કાળાં કપડા પહેર્યા હતા.જો કે હજી સુધી હૂમલાખોરો અંગે વિસ્તૃત માહિતી મળી શકી નથી. ફેસબુકમાંથી જાતીય ટીપ્પણીઓ હટાવવામાં નિષ્ફળ રહેલા યુરોપીયન પ્રમુખ પર જર્મની ખાતે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. જર્મનીનાં નેતા અને અન્ય લોકોએ ફેસબુક પર ઝઢપી રીતે વધી રહેલ જાતીય ટીપ્પણીઓનાં મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી છે.

ફેસબુકનાં પ્રવક્તાએ કહ્યું કે અમે કહી શકીએ છીએ કે આ આરોપોમાં કોઇ જ દમ નથી અને ફેસબુક અથવા તેનાં કર્મચારીઓએ જર્મનીનાં કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યુ. કંપનીએ જણાવ્યું કે તેઓ જાતીવાદી ઝેર ફેલાવનારી ટીપ્પણીઓ પર કડક નજર રાખી રહ્યા છે. પોલીસે આ મુદ્દે તપાસ પણ ચાલુ કરી દીધી છે.

You might also like