જો તમે એક્ટિવ ફેસબુક યૂઝર છો તો તૂટી શકે છે તમારા લગ્ન

નવી દિલ્હી: ફેસબુકથી ઘણા ફાયદા તો છે પણ કેટલાક નુકસાન પણ છે. ફેસબુક સિક્યોરિટીને લઇને તમારી નાની ભૂલ તમને સાઇબર ક્રાઇમના વિક્ટિમ બનાવી શકે છે. પણ તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે , ફેસબુકની લત તમારાં સંબંધમાં તિરાડ પડાવી શકે છે.

એક સર્વે અનુસાર, ફેસબુક યૂઝ કરનારા લગભગ 47 ટકા લોકોનું એવું માનવું છે કે તે લોકો કોઇક ને કોઇક દિવસ ભાવાનાત્મક રૂપથી દગાનો શિકાર બન્યા છે ક્યાંતો તેમને પોતે એવું કર્યું છે. સર્વે પ્રમાણે, ફેસબુકના કારણે ભાવાનત્મક સંબંધ ઘણા પ્રભાવિત થાય છે. લગભગ 5 હજાર ફેસબુક યૂઝર્સ પર કરવામાં આવેલ સર્વે પ્રમાણે ફેસબુક રોમાન્ટિક સંબંધો પર ખરાબ પ્રભાવ પાડે છે.

આ સર્વે માટે જે 5000 યૂઝર્સને પસંદ કરવામાં આવ્યા તેમની ઉંમર 33 વર્ષની આસપાસ હતી. 12 એપ્રિલથી 15 વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં આ બાબતો પ્રમુખ રૂપથી કહેવામાં આવે છે.

1. સર્વે દરમિયાન આશરે 26 ટકા લોકોનું કહેવું હતું કે તેમના પાર્ટનર દ્વારા ઉપેક્ષિત મહેસૂસ કરે છે. આ વાત પર તે બંને વચ્ચે ઝઘડો પણ થઇ જાય છે. ત્યારે તેમને ફેસબુક પર વધુ ધ્યાન અને લાગણી મળે છે.

2. સર્વેમાં આશરે 44 ટકા લોકોએ કહ્યું કે ફેસબુકે તેમની રોમાન્ટિક લાઇફને ખતમ કરી દીધી છે. ઘણી વખત તેમના પાર્ટનર તેમની સાથે ક્વોલિટી સમય પસાર કરવાની જગ્યાએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવાનું વધારે પસંદ કરે છે.

3. 47 ટકાનું માનવું છે કે તે ફેસબુક ચિટીંગનો શિકાર બન્યા છે.

4. 67 લોકોનું માનવું છે કે એકસ્ટ્રા મેરિટલ અફેર અને વધારે તલાક માટે ફેસબુક જ મહત્વનું કારણ છે.

5. સર્વે દરમિયાન આશરે 46 ટકા લોકોએ કહ્યું કે ઇર્ષ્યા થવાના કારણે તેમના પાર્ટનરનું વારંવાર ફેસબુક ચેક કરતાં રહે છે.

6. આશરે 22 ટકા લોકોનું માનવું છે કે ફેસબુક એમને એવી પરિસ્થિતિ આપે છે જેનાથી અફેર થવાનો ચાન્સ વધે છે.

7. આશરે 32 લોકોએ સ્વીકાર કર્યો છે કે તેમની સેક્સ લાઇફ હવે પહેલા જેવી રહી નથી અને પાર્ટનરનું વારંવાર ફેસબુક ચેક કરવાના કારણે તેમની વચ્ચેનો પ્રેમ ઓછો થઇ ગયો છે

8. આશરે 17 ટકા લોકોએ સ્વીકાર કર્યો કે ફેસબુકના માધ્યમથી જ તે લોકો તેમના એક્સ બોયફ્રેન્ડના કોન્ટેક્ટમાં છે.

રિસર્ચના ડાયરેક્ટર ટિમ રોલિન્સે જણાવ્યું કે ફેસબુક મિત્રોને શોધીને તેમના ટચમાં રહેવાનું એક પ્લેટફોર્મ છે. પરંતુ અહીંયા અફેરમાં પડવાની આશંકા પણ ખૂબ છે. ફેસબુક તમારા પ્રેમ ભર્યા સંબંધઓમાં તિરાડ પણ પડાવી શકે છે.

You might also like