હવે Facebook પર વીડિયોથી કરી શકશો કમાણી, YouTube થશે Down?

ફેસબુકે પોતાના વીડિયો પ્લેટફોર્મ ‘ફેસબુક વોચ’ને રીલીઝ કરી દીધું છે. આ ફેસબુક તરફથી વીડિયો કન્ટેટસ માટે બિલકુલ નવી પ્રોડકટ છે. આ પ્રોડકટને ગૂગલના યૂટયૂબને ફેસબુકનો જવાબ માનવામાં આવી રહ્યું છે. તેને સૌથી પહેલા ગત વર્ષે ઓગસ્ટમાં જ અમેરિકામાં લોન્ચ કરી દેવામાં આવ્યું હતું.

એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે બુધવારે કહ્યું છે કે VOD સેવા ગુરૂવારથી દરેક જગ્યાએ ઉપલબ્ધ થશે. જેને લઇને પબ્લિશર્સ અને કન્ટેટ ક્રિએટીવર્સને તેના વીડિયો માટે આંતરરાષ્ટ્રીય માર્કેટ મળશે.

ફેસબુકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું છેકે વોચ કી લોન્ચિંગની સાથે અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર પબ્લિશર્સ અને ક્રિએટર્સને બે રીતે મદદ કરવા ઇચ્છી રહ્યાં છીએ. પ્રથમ ફેસબુક પર વીડિયોથી પૈસા કમાવવામાં તેમની મદદ કરવી તેમજ બીજુ ક્રિએટર્સ સારી રીતે જાણી શકે કે તેમનું કન્ટેટ કેવુ પરફોર્મ કરી રહ્યું છે.

વોચને અમેરિકામાં ગત વર્ષે યૂઝર્સને એક એવું પ્લેટફોર્મ આપવાના હેતુથી લોન્ચ કરવામાં આવ્યું હતુ, જ્યાં તેઓ શો અને વીડિયો ક્રિએટર્સને ડિસ્કવર કરી શકે. ઉલ્લેખનીય છે કે જૂનમાં ફેસબુક જાહેરાત કરી હતી કે તેઓ ક્રિએટર્સ અને યૂઝર્સને નજીક લાવવા નવા એક શોઝ લોન્ચ કરશે, જેમાં પોલ અને ક્વિઝ જેવા ફિચર્સ હશે.

ફેસબુકે જાણકારી આપતાં કહ્યું છેકે આ સેવા અંગ્રેજી તેમજ બીજી લોકલ ભાષમાં કન્ટેન્ટને સપોર્ટ કરશે. ફેસબુકે વીડિયો દ્વારા પૈસા કમાણી કરવા કેટલી શરત રાખી છે. જેમાં ક્વોલિફાઇ કરવા માટે ક્રિએટર્સે ઓછામાં ઓછા ત્રણ મીનિટનો વીડિયો બનાવવો પડશે. જેમાં 10 હજાર ફોલોઅર્સ હોવા જોઇએ.

You might also like