મમતા બેનરજીની ટીકા કરનાર વિદ્યાર્થિનીને મળેલી ધમકી

કોલકાતા: થોડાં વર્ષો પહેલાં કોલકાતામાં એક પ્રોફેસરને મુખ્યપ્રધાન મમતા બેનરજી અંગેના કાર્ટૂનને ઈ મેઈલથી ફોરવર્ડ કરવાની હરકત બદલ જેલની સજા થઈ હતી ત્યારે હવે એક 21 વર્ષીય વિદ્યાર્થિનીને ફેસબુક પર મમતા બેનરજીની ટીકા કરવા બદલ તેને તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલી સ્થાનિક મહિલાઓ તરફથી ધમકી આપવામા આવી રહી હોવાનું બહાર આવ્યું છે.

કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની હાલ તેને મળતી આવી ધમકીઓથી ખૂબ જ ડરી ગઈ છે. અને તેના વિરોધમાં ઠેરઠેર હોર્ડિંગ લાગી ગયાં છે. આવાં હોર્ડિંગ લગાવનારાની દમદમ વોર્ડ કમિટીનું માનવું છે કે જો લોકશાહીમાં આ યુવતીને મુખ્યપ્રધાનની ટીકા કરવાનો અધિકાર હોય તો અન્ય લોકોને પણ આવી લોકશાહીના કારણે તેને જાહેરમાં લલકારવાનો હક છે. કોલકાતા યુનિવર્સિટીની આ વિદ્યાર્થિનીએ દેવી દુર્ગાની મૂર્તિઓનું સરઘસ કાઢવા સામે નારાજગી વ્યકત કરી હતી. અને આ સરઘસની આગેવાની ખુદ મુખ્યપ્રધાને લીધી હતી. અને તેને રિયો કાર્નિવાલને કોલકાતાનો જવાબ એ રીતે પ્રસારિત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે આ વિદ્યાર્થિનીએ એવું જણાવ્યું હતું કે હાલ આવા સરઘસનો યોગ્ય સમય નથી.કારણ હાલ રાજ્ય બેકારી અને ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તેથી આવા સરઘસ સામે તેણે અને તેના કેટલાક મિત્રોએ નારાજગી દર્શાવી હતી અને આ છાત્રાએ આ બાબતે ફેસબુક પરથી મુખ્યપ્રધાનની આવી આગેવાની અંગે ટીકા કરી હતી. અને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને નદીમાં ડૂબકી મારવી ન જોઈએ. આ બાબત ઘણી અપમાનજનક છે. બસ આ મુદે કોલકાતામાં વિરોધ વંટોળ શરૂ થઈ ગયો હતો.

You might also like