ફેસબુકની પોસ્ટ પર લાઈક્સથી મળતી ‘શોર્ટ ટર્મ’ ખુશી જોખમીઃ રિસર્ચ

લંડન: અાજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ઉપર એક ચલણ ચાલી રહ્યું છે. તમે કોઈ પણ વિવાદાસ્પદ મુદ્દા પર લખો તો ખૂબ જ લાઈક્સ મળે. તેથી લોકો હંમેશાં અાવા વિવાદિત અપડેટ નાખતા હોય છે. અત્યાર સુધી એવું માનવામાં અાવતું હતું કે સોશિયલ સાઈટ્સ પર તમારી પોસ્ટ જેટલી લોકપ્રિય બનશે તેટલું તમને સારું અનુભવાશે.

જોકે અા ‘શોર્ટ ટર્મ ખુશીની લટ’ લાગવી ખતરનાક છે. અા વાત નવા સંશોધનમાં સામે અાવી છે. તાજેતરમાં થયેલા એક સંશોધનનાં પરિણામ કંઈક અલગ જ કહી રહ્યાં છે. અા શોધ મુજબ અા શોર્ટ ટર્મ ખુશી પોતાની સાથે ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ લાવે છે, જે વધુ હાનિકારક હોય છે. અા કારણે ફેસબુક પોસ્ટ પર લાઈક્સ મળવાથી લોકો પોતાના વિશે-પોતાના માટે બેસ્ટ અનુભવ કરે છે તેમજ તેનો મૂડ પણ સુધરી જાય છે.

બ્રિટનમાં બ્રિટિશ સાઈકોલો‌િજકલ સોસાયટીના વાર્ષિક સંમેલનમાં બુધવારે અા સંશોધન રજૂ કરાયું હતું. અા સંશોધન ટ્વિટર અને ફેસબુક દ્વારા પસંદ કરાયેલા ૩૪૦ લોકોની વ્યક્તિગત પ્રશ્નાવલી પર અાધારિત છે.  તેમને પૂછવામાં અાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા વખાણ કરવાની રીતથી જોડાયેલાં ૨૫ નિવેદનોથી તેઅો કઈ હદ સુધી સહમત કે અસહમત છે. સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવાથી તેમને કેવું અનુભવાય છે તે પ્રશ્ન પૂછવામાં અાવ્યો.

બ્રિટનની યુનિવર્સિટી અોફ સાઉથ વેલ્સના માર્ટિન ગ્રાફે કહ્યું કે સોશિયલ મીડિયાના ઉપયોગના વધતા પ્રભાવથી અાપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે બીજાની લાઈક્સ મેળવવા માટે જે લોકો બેબાકળા હતા તેમનામાં અાત્મસન્માનની કમી કે િવશ્વાસની કમી હોવાની શંકા વધુ હતી.
http://sambhaavnews.com/

You might also like