વોટ્સએપની વધુ લોકપ્રિયતાથી ફેસબુકને ભારતમાં ખતરો

વોટ્સએપ ભારતમાં ખૂબ જ પસંદ કરાઇ રહ્યું છે, પરંતુ ફેસબુકને પોતાની આ મેસેજિંગ એપથી નુકસાન થઇ રહ્યું છે. હવે ભારતીયોના બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તુલનામાં વોટ્સએપ પર વધુ સમય વીતાવવાની આશંકા સામે આવી છે. અમેરિકી કંપની ફેસબુકને દુનિયામાં પોતાના સૌથી મોટા માર્કેટમાંથી પડકાર મળી રહ્યો છે.

ફેસબુકની ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગને પૂછવામાં આવ્યું કે શું વોટ્સેએપ જેવા પ્રાઇવેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં પબ્લિક પ્લેટફોર્મને ખતરો થઇ શકે છે ત્યારે તેમણે આ વાત માની. ઝગરબર્ગે કહ્યું કે ભારત જેવા દેશમાં સોશિયલ મીડિયા સાઇટ્સને પ્રાઇવેટ પ્લેટફોર્મથી સખત ટક્કર મળતી દેખાઇ રહી છે.

દુનિયાની પેટર્ન પરથી લાગે છે કે લોકો પ્રાઇવેટ અને પબ્લિક બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે આ પ્રાઇવેટ સોશિયલ પ્લેટફોર્મને મજબૂત કરવાનો મોટો અવસર મળી શકે છે.

ફેસબુકે લગભગ પાંચ વર્ષ પહેલાં વોટ્સએપને ૧૯ અબજ ડોલરમાં ખરીદ્યું હતું. તેણે તેમાંથી અત્યાર સુધી કોઇ નફો થયો નથી. ભારતમાં વોટ્સએપના લગભગ ૪૦ કરોડ યુઝર્સ હોવાનું અનુમાન છે. કોમ્યુનિકેશન, કન્સલ્ટન્ટ અને ઓગિલ્વીના પૂર્વ હેડ કાર્તિક શ્રીનિવાસને કહ્યું કે વોટ્સએપનો ઉપયોગ અને તેની સાથે યુઝર્સનું જોડાણ વધુ છે, પરંતુ મને એ ખબર નથી કે કેવી રીતે તેમાંથી રેવન્યૂ મેળવી શકાય. ફેસબુકનું આકર્ષણ પહેલા જેવું રહ્યું નથી, પરંતુ હજુ પણ તે સૌથી મોટું સોશિયલ મીડિયા નેટવર્ક છે.

ગ્રેહાઉન્ડ રિસર્ચના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ સંચિત વીર ગોગિયાએ કહ્યું કે ફ્રી મેેસેજિંગ, વીડિયો અને ફોટોગ્રાફ શેર કરવામાં સરળતા અને ઓછી ઇન્ટરનેટ સ્પીડ પર પણ ચાલી શકવાના કારણે ભારતીયોને વોટ્સએપ ખૂબ જ પસંદ છે. તેમણે કહ્યું કે ફેસબુક એક ભારે એપ્લિકેશન છે અને તેની પર જાહેરાતોને પણ સહન કરવું પડે છે. ફેસબુક પર એ પણ નક્કી કરી શકાતું નથી કે તમે કોના અપડેટ જોવા ઇચ્છો છો.

You might also like