ડેન્માર્કની હેપિનેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પૂરા ૧૦૯૫ લોકોનો અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે ફેસબુકનો વધુપડતો ઉપયોગ અાપણને ચીડિયા અને એકલવાયા બનાવી દે છે. એનું કારણ એ છે કે ફેસબુક પર સતત લોકો પોતાની લાઈફ કેવી પર્ફેક્ટ છે એ બતાવતા હોય એવી પોસ્ટ મૂક્યા કરે છે અને અાપણે જાણ્યે-અજાણ્યે તેની સાથે અાપણી જિંદગીની સરખામણી કરવા માંડીએ છીએ.
ફેસબુક સ્ટેટસને મળતી તાત્કાલિક લાઈક અને સતત મળતી ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ અાપણને કામચલાઉ અાનંદ તો અાપે છે, પણ સાથેસાથ એવી લાગણી પણ મગજમાં ઘૂસી જાય છે કે અન્ય લોકો અાપણા કરતાં ક્યાંય વધારે સુખી છે.