તમે ફેસબુકની લાઈક ગણ્યા કરો છો? તો તમે જીવનનો હેતુ ખોઈ બેઠાં છો

ફેસબુક પર એક સ્ટેટસ ફોટોગ્રાફ મૂકો અને પછી એના પર કેટલી લાઈક તથા કમેન્ટ અાવી એ ગણ્યા કરવાની ટેવ કેટલી ગંભીર હોઈ શકે છે એ વિશે અમેરિકાના ન્યુયોર્કની કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ લાલ બત્તી ધરી છે. પોતાની વાત સાબિત કરવા માટે સંશોધકોએ બે અલગ અલગ સર્વેક્ષણ કર્યા. પહેલાં સર્વેહણમાં તેમણે અમેરિકાભરમાંથી ૨૫૦ ફેસબુક યુઝર્સને તેમના ફોટોગ્રાફ પર મળતી લાઈકની સંખ્યા અને તેમના અાત્મસન્માનનું માપ કાઢ્યું. સીધુ તારણ નીકળ્યું કે જેમને વધુ લાઈકો મળતી હતી તેમનામાં અાત્મસન્માનની ભાવના વધુ તીવ્ર હતી, પરંતુ જેમનામાં જીવનનો હેતુ ક્લિયર હતો તેમને લાઈકની સંખ્યા ગમે એટલી હોય પરંતુ તેમના અાત્મસન્માનની લાગણી કોઈ જ ફેરફાર થયો નહોતો.

You might also like