ફેસબુક લાવે છે નવી અેપ, પ્રોફાઈલ હવે પર્સનલ નહીં રહે

નવી દિલ્હી:  સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ખૂબ જ જલદી ટીનેજર્સ માટે એક નવી મેસેજિંગ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. અા અેપ પેરન્ટ્સને પોતાનાં બાળકો પર અોનલાઈન નજર રાખવામાં મદદ કરશે. ટેક્નોલોજી મેગેઝિન ધ ઇન્ફર્મેશન મુજબ ટીનેજર્સનું અોનલાઈન શોષણ અને મિસગાઈડ થતાં રોકવા માટે ફેસબુક અા અેપ લાવી રહ્યું છે, તેમાં માતા-પિતા જાણી શકશે કે તેમનું બાળક અોનલાઈન કોની સાથે વાત કરી રહ્યું છે. પેરન્ટ્સ બાળકની એક્ટિવિટી પર કન્ટ્રોલ કરી શકશે. ટોક નામથી લોન્ચ થનારી અા મેસેજિંગ એપનો ૧૩ વર્ષ કે તેનાથી વધુ ઉંમરનાં ટીનેજર્સ ઉપયોગ કરી શકશે. તેનો યુઝ કરવા માટે ફેસબુક પ્રોફાઈલની પણ જરૂર નથી. વેબસાઈટ ધ ઇન્ફર્મેશનના જણાવ્યા મુજબ અા નવી અેપના કોડથી જાણવા મળ્યું છે કે તેના પર પરિવારજનોનું નિયંત્રણ હશે.

અા એપના કોડ મુજબ ટોક એક મેસેજિંગ અેપ છે. અહીં તમે બધા કોન્ટ્રાક્ટ પર સંપૂર્ણ નિયંત્રણ કરી શકો છો અને તમારું બાળક ટોક એકનો ઉપયોગ કરીને તમારી સાથે મેસેન્જરમાં ચેટ કરી શકે છે. અા અેપમાં માતા-પિતા જાણી શકશે કે તેમનું બાળક કઈ વ્યક્તિ સાથે સંપર્કમાં છે. જરૂર પડે ત્યારે તેને ગાઈડ પણ કરી શકશે. જો કોઈ વ્યક્તિ બાળકને હેરાન કરતું હોય તો તેના વિરુદ્ધ માતા-પિતા એક્શન પણ લઈ શકશે. અા એપને જનરલ પબ્લિક સર્ચ નહીં કરી શકે. માત્ર ટીનેજર્સ જ ઉપયોગ કરી શકશે. જો કોઈ અજાણી વ્યક્તિ ટીનેજર્સનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી તો અા અેપ અોટોમેટિકલી બંધ થઈ જશે. ફેસબુક તરફથી અા એપની હજુ સુધી કોઈ અોફિશિયલ જાહેરાત કરાઈ નથી.

http://sambhaavnews.com/

You might also like