ફેસબુકમાં વધુ સુરક્ષિત હશે તમારો પ્રોફાઈલ ફોટો

નવી દિલ્હી: ફેસબુકે ભારતમાં પોતાના યુઝર્સ માટે એક નવા ફીચર્સની જાહેરાત કરી છે. નવા ટૂલની મદદથી તમારી મરજી વગર કોઈ પણ વ્યક્તિ તમારા પ્રોફાઈલ ફોટાને ડાઉનલોડ કે શેર નહીં કરી શકે. ફેસબુકની પ્રોડક્ટ મેનેજર અારતી સોમને જણાવ્યું કે અમે જોયું છે કે ભારતમાં લોકો પોતાના પ્રોફાઈલ ફોટા પર વધુ નિયંત્રણ ઇચ્છે છે. અમે લાંબા સમયથી અા દિશામાં કામ કરી રહ્યા છીઅે.

ડાઉનલોડ અને શેર પર નિયંત્રણ ઉપરાંત ફેસબુક પ્રોફાઈલ ફોટા પર સરળતાથી કંઈક ડિઝાઈન કરવાનો વિકલ્પ અાપવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીઅે. કંપનીનું કહેવું છે કે અામ થવાથી ફોટાના દુરુપયોગની અાશંકા ઘટી જશે. ભારતમાં પોતાના અનુભવના અાધારે કંપની અન્ય દેશોમાં પણ સુવિધાઅોમાં પરિવર્તન લાવશે.

સોમને કહ્યું કે ભારતમાં લોકો અને અોનલાઈન સુરક્ષા સાથે જોડાયેલી સંસ્થાઅો સાથે સંશોધન કરીને અમે જાણ્યું કે સુરક્ષા કારણોથી ઘણી બધી મહિલાઅો પોતાના ચહેરાનો ફોટો ઇન્ટરનેટ પર ક્યાંય લગાવતી નથી. તેને ડર છે કે તેના ફોટા સાથે છેડછાડ થઈ શકે છે.

હવે ફેસબુક તેમની અા ચિંતાને દૂર કરવાની કોશિશમાં છે. કોઈ પણ વ્યક્તિ તમારી ઇચ્છા વગર તમારા પ્રોફાઈલ ફોટાને ડાઉનલોડ નહીં કરી શકે, શેર પણ નહીં કરી શકે અને કોઈ વ્યક્તિને મેસેજમાં પણ મોકલી નહીં શકે. જે વ્યક્તિ તમારા ફ્રેન્ડ લિસ્ટમાં ન હોય તેને તમારા પ્રોફાઈલ ફોટા પર ટેગ કરવાની પરવાનગી નહીં મળે. અત્યારે ફેસબુકનું નવું ફીચર્સ ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાયું છે.
http://sambhaavnews.com/

You might also like