Facebook ટૂંક સમયમાં ભારતમાં શરૂ કરશે પેમન્ટ સર્વિસ

Facebook ભારતમાં પોતાનો પ્રભાવ હવે પૂરી ઝડપથી વધારી રહ્યું છે. ત્યારે એવામાં તાજેતરમાં જ એક એવા સમાચાર મળી રહ્યાં છે કે હવે ફેસબુક ભારતમાં ટૂંક સમયમાં જ પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે. FactorDailyનાં રિપોર્ટને આધારે ફેસબુક ભારતમાં પેમેન્ટ સર્વિસનું ટેસ્ટીંગ કરી રહ્યું છે અને આનાં કેમ્પેઇન માટે લોકોની ભરતી પણ કરવામાં આવી રહી છે.

ફેસબુક આ ફીચર પોતાની મેસેન્જર એપમાં આપશે કે જ્યાંથી યૂઝર્સ મોબાઇલ રિચાર્જ કરી શકશે અને ફેસબુકનાં માર્કેટ પ્લેસથી શોપિંગ કરીને પેમેન્ટ પણ કરી શકશે. તમને જણાવી દઇએ કે આ પહેલા ફેસબુકે મેસેન્જર એપમાં આ પેમેન્ટ ફીચર અમેરિકા, ફ્રાન્સ જેવાં અનેક દેશોમાં આપેલ છે. જો કે હવે આ ફીચરને કંપની ભારતમાં પણ રજૂ કરવા જઇ રહી છે.

ત્યાં જ બીજી બાજુ ફેસબુક ભારતમાં વોટ્સએપનાં બીટા વર્ઝન પર યૂપીઆઇ બેસ્ડ પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ પહેલેથી જ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કંપનીએ વોટ્સએપનાં પેમેન્ટ ફીચરમાં મની રિક્વેસ્ટ અને ક્યૂઆર કોડ સ્કેન કરવાનું ફીચર પણ આપેલ છે.

મહત્વની બાબત એ પણ છે કે તાજેતરમાં જ ફેસબુક દ્વારા ડેટા લીક થયાને વિવાદને લઇ ફેસબુકે દુનિયાભરમાંથી તેને નિંદાઓનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે જોવાનું એ રહ્યું કે પેમેન્ટ સર્વિસ ભારતમાં લોન્ચ થયા બાદ ફેસબુકને હવે યૂઝર્સ દ્વારા કેવી રીતે રિસ્પોન્સ મળશે.

Dhruv Brahmbhatt

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

7 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

8 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

8 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

8 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

8 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

8 hours ago