આનંદો..! FACEBOOK પર મળશે ડેટિંગની મજા,જાણો કઇ રીતે

ફેસબુક ટૂંક જ સમયમાં ડેટિંગ સર્વિસ લાવવા માટે યોજના બનાવી રહી છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર ડેટિંગનો અનુભવ પણ મળશે. મંગળવારે ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે એલાન કર્યું કે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા દિગ્ગજ લોકોને રોમેન્ટિક રિલેશનશિપમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઝુકરબર્ગે વર્ષ દરમ્યાન લેવાતી એફ 8 કોન્ફરન્સમાં સોફ્ટવેર ડેવલોપર્સને આ જાણકારી આપતા કહ્યુ હતુ કે આ ડેટિંગ સર્વિસ વડે લોકોને ઓનલાઈન એકબીજાથી જોડી શકાશે.

ઝુકરબર્ગે કહ્યુ, ચાલુ સમય દરમ્યાન 20 કરોડ લોકોએ ફેસબુક પર પોતાને સિંગલ લિસ્ટ કર્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે નિશ્ચિત રીતે આવુ કઈક કરી શકાય. માર્કે પણ કહ્યું કે આ ફિચર લાંબા સમય સુધી ચાલવાવાળા સંબંધોને શોધવા માટે હશે, ન કે ખાલી એક કે બે વાર મળવા માટેનો માર્ગ હશે. આ સર્વિસ ઓપ્શનલ હશે અને આને ટૂંક સમયમાં લૅાન્ચ કરવામાં આવશે, પરંતુ લૅાન્ચ કરવાની કોઈ તારીખનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમના જણાવ્યા પ્રમાણે, ડેટિંગ સર્વિસને બનાવતી વખતે અંગતતાનું પુરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. એટલે કે, ફ્રેન્ડલિસ્ટમાં રહેલા દોસ્ત કોઈ યુઝરની ડેટિંગ પ્રોફાઈલને નહીં દેખી શકે.

ઉલ્લેખનીય છે કે ફેસબુકને છેલ્લા કેટલાક સમયથી ડેટા પ્રાઈવસીને લઈ મેણાટોણા સહન કરવા પડ્યા છે. કૈમ્બ્રિજ એનાલિટિકા વિવાદમાં ઝુકરબર્ગે પોતે યુઝર્સોની માફી માંગી છે અને ડેટા વાપરવા મામલે ભુલ પણ સ્વીકારી છે. ઝુકરબર્ગે કહ્યુ કે ફેસબુક એક નવી પ્રાઈવસી કંટ્રોલ “ક્લિઅર હિસ્ટ્રી” પર પણ કામ કરે છે. જેના દ્વારા યુઝર્સ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરી શકશે.

કંપનીએ એક બીજા બ્લોગ પોસ્ટમાં કહ્યું કે આ ફિચર મારફતે તમે એ વેબસાઈટ અને એપને દેખી શકશો જેમનો વપરાશ કરતી વખતે તમારી જાણકારી ફેસબુકને મળે છે. યુઝર્સ આ જાણકારીને પોતાના એકાંઉન્ટ પરથી ડિલીટ કરી શકશે. આ સિવાય યુઝર્સ આ ડેટાને પોતાના એકાઉન્ટમાં સ્ટોર કરવાના ફીચરને પણ ટર્નઓફ કરી શકશે.

You might also like