રૂ. ૩૫ હજાર કરોડને અાંબી ગઈ ફેસબુકની કમાણી

કેલિફોર્નિયા: ફેસબુકની ચાલુ વર્ષની પ્રથમ ત્રણ માસની આવકમાં ૫૦ ટકાનો વધારો થતાં ફેસબુકની કમાણી રૂ.૩૫ હજાર કરોડને આંબી ગઈ છે, જ્યારે યુઝર્સની સંખ્યા ૧.૬૫ અબજ થઈ ગઈ છે. આ માટે કંપનીની મોબાઈલ અેપ અને લાઈવ વીિડયોની સુવિધાથી નવી જાહેરાતોને જોડવા અને વર્તમાન વિજ્ઞાપનદાતાઓને વધુ ખર્ચ કરવા પ્રેરિત કર્યા છે.

ગઈ કાલે લગભગ અેક કલાકના વેપારમાં જ વિવિધ કંપનીના શેરમાં ૯.૫ ટકાનો વધારો થયો હતો. કંપનીના આઈપીઓની શરૂઆતની સરખામણીઅે આ સ્તર ત્રણ ગણું છે, જ્યારે ફેસબુકની આવક ૫૨ ટકાથી વધીને ૫.૩૮ અબજ ડોલર અેટલે કે લગભગ રૂ.૩૫ હજાર કરોડ થઈ ગઈ છે. ફેસબુકને જાહેરાત દ્વારા જ વધુ આવક મળે છે. જાહેરાતથી કંપનીની કમાણીમાં મોબાઈલ પરની જાહેરાતની ૮૨ ટકા ભાગીદારી છે.

ફેસબુકે આ અંગે જાહેરાત કરી છે કે તે નોન-વોટિંગ શેરનો નવો વર્ગ તૈયાર કરશે, જેને વર્તમાન શેરહોલ્ડરની જેમ લાભ આપવામાં આવશે. કંપનીઅે વધુમાં જણાવ્યું કે વિશ્વભરમાં હવે કુલ ૧.૬૫ અબજ લોકો ફેસબુક સાથે જોડાઈ ચૂક્યા છે. આ આંકડાે ૩૧ માર્ચ સુધીનાે છે. ગત સાલ આ સમયગાળામાં ફેસબુકના કુલ ૧.૪૪ અબજ યુઝર્સ હતા. કંપનીનાં પરિણામ જાહેર કરતાં ઝકરબર્ગે જણાવ્યું કે યુઝર્સ દરરોજ લગભગ સરેરાશ ૫૦ િમ‌િનટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર પર વીતાવે છે, જોકે હવે જાહેરાત આપનારા લોકો ટીવીના બદલે મોબાઈલ અને વેબ પ્લેટફોર્મ પર પણ મોટું રોકાણ કરી રહ્યા છે તેનો સાૈથી વધુ લાભ ફેસબુકને મળી રહ્યો છે.

સિલિકોન વેલી ખાતેની અનેક કંપનીઓનાં પરિણામ બાદ ફેસબુકનાં પરિણામોએ ટેક‌િનક જગતમાં અેક નવી આશા જગાવવાનંુ કામ કર્યું છે. િસનોવુસ ટ્રસ્ટ કંપનીમાંસિનિયર પોર્ટફોલિયો મેનેજરના પદ પર કાર્યરત ડેનિયલ મોર્ગેને જણાવ્યું કે ગત સપ્તાહમાં ઈન્ટેલ, આઈબીએફ અને અેપલ તથા ટવિટરના આંકડા બહાર આવ્યા હતા, પરંતુ હવે ફેસબુકના આ નવા આંકડાઅે નવી આશા જગાવવાનું કામ કર્યું છે.

You might also like