ઝકરબર્ગની સુરક્ષા પાછળ 83 કરોડ ખર્ચાયા

ફેસબુકે ઇન્કે જણાવ્યું છે કે તેમને વિતેલા વર્ષામાં ઝકરબર્ગની સુરક્ષામાં 4.26 મિલિયન ડોલર (28 કરોડ 30 લાખ રૂપિયા) ખર્ચો કર્યો છે. ફેસબુકે પહેલી વખત આ પ્રકારના ખર્ચ માટેની જાણકારી જાહેર કરી છે. સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર્સની 500 કંપનીઓની યાદીમાં ગત વર્ષ 2015 માટે ફાઇલ કરેલી પ્રોક્સી સ્ટેટમેન્ટના આધાર પર ફેસબુક ટપ પર રહ્યું છે.

રેગ્યુલરેટરી ફાઇલિંગ પ્રમાણે 2013થી લઇને 2015 સુધી કંપનીએ ઝકરબર્ગની સુરક્ષા માટે 12.5 મિલિયન ડોલર (આશરે 83 કરડ રૂપિયા) ખર્ચ કર્યો છે. કંપનીએ ફાઇલિંગમાં લખ્યું છે કે,’તે અમારા ફાઉન્ડર, ચેટરમેન અને સીઇઓ છે અને આ મહત્વની પોઝિશન પર હોવાને કારણે ઉદભવતા ખતરાથી બચવા માટે આ રકમ ખર્ચ કરવામાં આવી છે.’

બ્લૂમબર્ગના બિલિયનેર ઇન્ડેક્સના પ્રમાણે ઝકરબર્ગ દુનિયાના આઠમાં સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની સંપત્તિ 47 બિલિયન ડોલર છે. ફેસબુકે ઝકરબર્ગની સિક્યોરિટીમાં વર્ષ 2014માં 5.6 મિલિયન ડોલર (આશરે 37 કરોડ 20 લાખ રૂપિયા) અને 2013માં 2.65 મિલિયન ડોલર (17 કરોડ 60 લાખ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા છે.

બ્લૂમબર્ગના પ્રમાણે ગત વર્ષે ઓરેકલ કોર્પએ તેના એગ્ઝિક્યૂટિવ ચેયરમેન લેરી એલિસનની સુરક્ષા માટે 1.53 મિલિયન ડોલર (8 કરોડ 63 લાખ રૂપિયા) અને એમજોને જેફ બેજોસના સુરક્ષા પર 1.6 મિલિયન ડોલર (10 કરોડ 62 લાખ રૂપિયા) ખર્ચ કર્યો છે. હેથવે ઇન્કે વોરન બફેની સુરક્ષા માટે આશરે 2 કરોડ 45 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. એપલની ટીમ કુક પર 1 કરોડ 38 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.

યૂએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનએ ગત વર્ષ ઓગસ્ટમાં ફેસબુકને પૂછ્યું હતું કે ટેક્સને લઇને ફાઇલ કરવામાં આવેલા પેપરમાં સિક્યોરિટી પાછળ થનાર ખર્ચનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી. આ કારણથી આ અઠવાડિયામાં ફેસબુકે આ જાણકારી આપી છે. પહેલા ફેસબુકે સુરક્ષાના કારણે તેનો ઉલ્લેખ નહીં કરવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ કંપનીએ તેનું વલણ બદલી નાંખ્યું હતું.

ઝકરબર્ગને ફેસબુક તરફથી હોમ સિક્યોરિટી સિસ્ટમ અને ગાર્ડ મળે છે. તેની સુરક્ષાની જવાબદારી એક પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટ પાસે છે, જે રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની સિક્યોરિટીમાં રહી ચૂક્યા છે.

You might also like