ફેસબુકે બકરીનાં ખોવાયેલાં બચ્ચાં પાછાં અપાવ્યા

ખોવાયેલી વ્યક્તિઓના મિલન માટે ફેસબુક મહત્વનું માધ્યમ પુરવાર થઈ રહ્યંુ છે. અા વખતે અા વસ્તુ માણસો સાથે નહીં પરંતુ બકરીના પરિવાર સાથે બની છે. ક્રિસમસના દિવસે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં એના સ્મિથ નામની વ્યક્તિએ જોયું કે બકરીના બે ક્યૂટ બચ્ચાં વેચવા મૂકાયા છે ત્યારે તેણે તે મહિલાનો સંપર્ક કર્યો અને જાણ્યુ કે તે બે બચ્ચાં ચોરાઈ ગયા છે. વ્યથિત એનાએ બકરીના બચ્ચાંની તસવીરો ફેસબુકના વિવિધ પેજ પર અપલોડ કરી અને સંપર્કની વિગતો મૂકી. રાત્રે ૮.૩૦ વાગે એક વ્યક્તિને બે બચ્ચાં મળ્યા અને એનાને ફોન કર્યો.

You might also like