ફેસબુકના સીઈઅો માર્ક ઝકરબર્ગ અને તેમની પત્નીને વધુ એક પુત્રીની અાશા

નવી દિલ્હી: ફેસબુકના સીઈઅો માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિન્સિલા ફરી એક વાર માતા બનવા જઈ રહ્યાં છે. અા વાતની જાણકારી ખુદ ઝકરબર્ગે ફેસબુકના પોતાના અોફિશિયલ પેજ પર અાપી. ઝકરબર્ગે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે હું અને પ્રિન્સિલા ખુશ છીઅે, કેમ કે અમે એક વધુ પુત્રીની અાશા રાખી રહ્યાં છીઅે.

ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં અાગળ લખ્યું છે કે મેક્સને મેળવવાના ક‌િઠન અનુભવ બાદ અમે િવચાર્યું ન હતું કે ફરી એક વાર અમે વધુ એક બાળક માટે વિચારીશું, જ્યારે તેમને ખ્યાલ અાવ્યો કે પ્રિન્સિલા ફરી એક વાર ગર્ભવતી છે તો ઝકરબર્ગની પહેલી ઇચ્છા અે હતી કે બાળક સ્વસ્થ હોય. ત્યારબાદ તેની અાગામી ઇચ્છા અે હતી કે તે સ્વસ્થ બાળક ફરી એક પુત્રી હોય.

તેમણે એમ પણ લખ્યું છે કે મેક્સ અને તેમનું નવું બાળક એકબીજા સાથે ખુશ રહેશે. ઉલ્લેખનીય છે કે પોતાની પહેલી બાળકી મેક્સ અવતર્યા બાદ ઝકરબર્ગે એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે તે અને તેમની પત્ની પ્રિન્સિલા પોતાની કંપનીના ૯૯ ટકા શેર ચેરિટીમાં અાપી રહ્યાં છે.

ઝકરબર્ગે પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે તેઅો પોતાની પુત્રી મેક્સ અને અન્ય બાળકો માટે અા દુનિયામાં રહેવા બહેતર સ્થાન બનાવવા ઇચ્છે છે અને અા જ કોશિશ હેઠળ તેઅો પોતાની કંપનીના શેર દાન કરી રહ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like