Facebook કર્યો 9 કરોડ ડેટા શેર, ઝુકરબર્ગે કહ્યું અમે વાંચીએ છે તમારા અંગત મેસેજ

ફેસબુકના 8 કરોડ 70 લાખ યૂઝર્સના અંગત ડેટામાં રાજકીય કન્સલ્ટેન્સી કેમ્બ્રિજ એનાલિટિકા ચોરી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા જગતની સૌથી મોટી કંપનીમાંની એક ફેસબુકે આ અંગેની પુષ્ટી કરતા જણાવ્યું છે કે કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે અંદાજે 8 કરોડ 70 લાખ યૂઝર્સના ડેટા અનુચિત ઢંગથી કરવામાં આવ્યા છે.

કેમ્બ્રિજ એનાલિટીકા સાથે ફેસબુકે જે 8 કરોડ 87 લાખ લોકોના અંગે ડેટા શેર કર્યા છે જેમાં સૌથી વધારે અમેરિકાના રહેવાસી છે. કેબ્રિજ એનાલિટિકાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યું હતું. ફેસબુકના ચીફ ટેકનોલોજી ઓફિસર માઇક સ્ક્રોપરે એક બ્લોગમાં પોસ્ટ લખી આ અંગેની જાણકારી આપી હતી.

ફેસબુકે જણાવ્યું કે આ ત્રીજી પાર્ટીના એપ દ્વારા યૂઝર્સના અંગત ડેટાની ચોરી કરવા પર રોક લગાવા પગલુ લીધુ છે. આ વચ્ચે માર્ક જકરબર્ગે કહ્યું કે તમામ ભૂલ છતા ફેસબુકના આગળ વધારવા માટે તે કામનો વ્યક્તિ છે.

ઉલ્લેખનીય છે કે ફેક ન્યૂઝ સ્ટોરી, ચૂંટણીમાં ખલેલ, પ્રાઇવેસીથી જોડાયેલ સ્કેન્ડલના વિવાદ વચ્ચે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીને રોકાણ, યૂઝર્સ, જાહેરાતકર્તાઓ અને રાજનેતાઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ગત મહિને જ ફેસબુકે ભુલ સ્વીકારી હતી કે કરોડો યૂઝર્સનો અંગત ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાના હાથમાં આવી ગયો હતો.

ગઇકાલે ફેસબુકનો શેર 1.4 ટકા ઘટીને 153.90 પ્રતિ ડોલર પહોંચ્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકા વિવાદ બાદ ફેસબુકના શેરના ભાવમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

You might also like