ફેસબુક અાર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અાતંકવાદ સામે લડે છે

ન્યૂયોર્ક: અાતંકવાદી ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે તે માટે ફેસબુક અાર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. અા ખુલાસો ખુદ ફેસબુક તરફથી કરાયો છે. ફેસબુક પર પોતાનાં નેટવર્કથી અાતંકી જૂથો દ્વારા નખાયેલી સામગ્રીને અોળખવા અને તેને હટાવવા માટે સરકારે દબાણ કર્યું છે. ત્યારબાદ ફેસબુક તરફથી અા જાણકારી અપાઈ છે.

ફેસબુકના અધિકારીઅોઅે એક બ્લોગ પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે કંપની અાતંકી સામગ્રીની અોળખ કરવામાં અને તેને તરત હટાવવા માટે અાર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. જેથી યુઝર્સના જોતાં પહેલાં તેને હટાવી લેવાય. ફેસબુકે પોતાની પોલિસીમાં પણ બદલાવ કર્યા છે. તેની પહેલાંની પોલિસી અે હતી કે જો કોઈ યુઝર્સ કોઈ કન્ટેન્ટને શંકાસ્પદ કહે ત્યારે ફેસબુક તેની સમીક્ષા કરતી હતી. કંપની તરફથી એમ પણ કહેવાયું છે કે જ્યારે સંભવિત અાતંકી પોસ્ટના રિપોર્ટ મળે છે ત્યારે તાત્કાલિક ધોરણે તેની સમીક્ષા કરાય છે.
http://sambhaavnews.com/

You might also like