ફેસબુક યુઝર્સની સંખ્યા બે અબજ સુધી પહોંચી ગઈ

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બે અબજ સુધી પહોંચી ગઈ છે. દુનિયાની દરેક ત્રીજી વ્યક્તિ તેની સાથે જોડાયેલી છે. ફેસબુક ઇન્કના મુખ્ય કાર્યકારી માર્ક જકરબર્ગે થોડા સમય પહેલાં અા જાહેરાત કરી હતી.

અા વર્ષે માર્ચ મહિના સુધી ફેસબુક યુઝર્સની સંખ્યા ૧.૯૪ અબજ પહોંચી ચુકી હતી. અા સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ૧૭ ટકા વધુ છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ સાથે જોડાયેલી અન્ય કંપનીઅો છે. ઉદાહરણ તરીકે ટ્વિટર ઇન્કે ગયા અેપ્રિલ મહિનામાં જણાવ્યું હતું કે તેના એક્ટિવ યુઝર્સની સંખ્યા ૩૨.૮ કરોડ છે. જ્યારે સ્નેપ ઇન્ક અને સ્નેપ ચેટના ડેઇલી યુઝર્સની સંખ્યા ૩૧ માર્ચ સુધી ૧૬.૬ કરોડ હતી.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઅારી ૨૦૦૪માં જકરબર્ગે ત્રણ મિત્રો સાથે મળીને અમેરિકી કોલેજના વિદ્યાર્થીઅોઅે ધ્યાનમાં રાખી ફેસબુકની સ્થાપના કરી હતી. પહેલા જ વર્ષે તેના યુઝર્સની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ગઈ હતી. ગયા વર્ષે ૨૭૦૦ કરોડ ડોલરની કમાણી કરનારી અા કંપનીઅે છેલ્લાં ત્રણ વર્ષમાં ૫૦થી વધુ કંપનીઅો સાથે જોડાણ કર્યું છે. તેમાં વોટ્સઅેપ ગ્રૂપને ખરીદવું સૌથી મહત્વની બાબત છે.
http://sambhaavnews.com/#myCarousel

You might also like