ફેસબુકનાં સીઓઓ સેન્ડબર્ગે ૩.૧ કરોડ ડોલરના શેર દાનમાં આપ્યા

ન્યૂયોર્ક: ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) શેરીલ સેન્ડબર્ગે ફેસબુકમાં પોતાના ૩.૧ કરોડ ડોલરની કિંમતના શેર દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ અગાઉ કંપનીના પ્રમુખ માર્ક ઝકરબર્ગે પણ પોતાના ૯૯ ટકા શેર દાનમાં આપવાની જાહેરાત કરી હતી. અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનના દસ્તાવેજ અનુસાર ૪૬ વર્ષનાં સેન્ટબર્ગે ફેસબુકના ૨,૯૦,૦૦૦ના શેર વિવિધ સંસ્થાઓને દાનમાં આપવાની જાહેરાત કરી છે, જેની બજાર કિંમત ૩.૧ કરોડ ડોલર છે.

સિલિકોન વેલીડોટકોમે આજે જણાવ્યું હતું કે આ શેર હવે શેરીલ સેન્ડબર્ગ ફિલોથ્રોફી ફંડમાં ટ્રાન્સફર થશે. શેરીલ સેન્ડબર્ગ જે સંસ્થાઓ સાથે પહેલાંથી જ સંકળાયેલ છે તેને મોટા ભાગની રકમ જશે.  તેમણે લીનઈન જેવા મહિલા સશક્તિકરણ સમૂહને દાન આપ્યું છે કે જેથી કાર્યસ્થળે મહિલાઓને મદદ કરી શકાય. શેરીલ સેન્ડબર્ગે ગરીબી નાબૂદીના પ્રયાસો અને શૈક્ષણિક સંસ્થાઓને મદદ કરવાની યોજના તૈયાર કરી છે.

You might also like