૩.૫ કેરેટની ડાયમંડ રિંગની માલિકણને ફેસબુક પર શોધી

લંડન: જો કોઈપણ વ્યક્તિને રસ્તા પર ૩.૫ કેરેટના હીરાવાળી રિંગ પડેલી મળે તો અાપણે શું કરીઅે. એક વખત મગજમાં જાત જાતના વિચારો પણ અાવી શકે છે પરંતુ લંડનમાં એક રેસ્ટોરાંની બહાર અાવી જ અેક હીરા જડિત વિંટી લાવારિસ હાલતમાં મળ્યા બાદ ૩૧ વર્ષના એન્ડી સેમ્યુઅલ્સે તેના માલિકની શોધ ફેસબુક પર શરૂ કરી.  અા મોંઘી અંગૂઠી કોઈ વ્યક્તિની સગાઈની અંગૂઠી હતી. અેન્ડી કહે છે કે મારો ખુદનો મોબાઈલ ફોન ઘણી વખત ગાયબ થઈ ગયો હતો અને મેં દરેક વખતે ફેસબુક પર તેનો ઉલ્લેખ કર્યો. એન્ડીની ફેસબુક પોસ્ટ જોઈને ઘણીવાર લોકોઅે તેનો ફોન પાછો અાપ્યો હતો.

તેથી જ્યારે એન્ડીને વિંટીના માલિકને શોધવા માટે બે વખત વિચારવાની જરૂર ન પડી. એન્ડીને રવિવારે અા વિંટી ગટર પાસેથી મળી. મંગળવારે એક મહિલાઅે વીમા દસ્તાવેજોની સાથે અંગૂઠીની માલકી હોવાનો દાવો કર્યો. એન્ડી કહે છે કે અાખરે બધું ઠીક થઈ ગયું. સોશિયલ મીડિયાના માધ્યમથી જેની વિંટી ગુમ થઈ હતી તેને વિંટી પણ મળી ગઈ. અા વર્ષે મેં એક સારું કામ કર્યું તેની મને ખુશી છે.

You might also like