ચીનમાં ફેસ રેકગ્નિશન ટેકનિકથી ઓફિસમાં એન્ટ્રી-જમવાનો ઓર્ડર

બીજિંગ: ચીનની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની બાયડુની ટેકનિક ગૂગલ કરતાં વધુ આધુનિક અને સરળ છે. તેની સાબિતી છે બાયડુનું બીજિંગ સ્થિત હેડ કવાર્ટર. અહીં કર્મચારીઓના લગભગ બધાં જ કામ ફેસ રેકગ્નિશન ટેકનિકથી થાય છે. પછી ભલે તે ગેટમાંથી કોઇની એન્ટ્રી હોય, કોફીનો ઓર્ડર હોય કે જમવાનું બિલ પે કરવાનું હોય.

બીજિંગમાં બાયડુના મુખ્યાલયમાં ર૦,૦૦૦ લોકો કામ કરે છે. તમામ એઆઇ ટેકનિક ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવાનું યોગ્ય રીતે જાણે છે. ઓફિસમાં એન્ટ્રીથી લઇને કંઇક ખરીદવા સુધી દરેક કામ આ ટેકનિકની મદદથી થાય છે. કોઇ પણ વ્યકિતના હાથમાં આઇડી કાર્ડ હોતું નથી. કોઇ વ્યકિત અંદર પર્સ લઇને ફરતું પણ નથી.

કંપનીના કેમ્પસમાં ડ્રાઇવર લેસ કાર
ચીનમાં ડ્રાઇવર લેસ કાર પર પ્રતિબંધ છે, પરંતુ કેમ્પસમાં કર્મચારીઓ આ કારનો ઉપયોગ કરી શકે છે. આ કારની ખાસિયત એ છે કે તેને માત્ર બોલીને કયાં જવું છે તેનો આદેશ આપવાનો હોય છે. કંપની પાસે ૧૦૦ ડ્રાઇવરલેસ બસ પણ છે. જે આગામી વર્ષ સુધી લોન્ચ થશે.

વોઇસ આસિસ્ટન્ટ ટેકનિકમાં પણ ગૂગલ-એપલથી આગળ
બાયડુુએ એઆઇ દ્વારા દુનિયાભરમાં ગૂગલ અને એપલને ટક્કર આપવા લાયક વોઇસ આસિસ્ટન્ટ ટેકનિક પણ વિકસાવી છે. બાયડુએ તેેનું નામ ડુઅરઓસ રાખ્યું છે. આ સોફટવેર એમેઝોનના એલેકસા, એપલના સીરી અને વિન્ડોઝના કોર્ટાના કરતાં ખૂબ જ એડવાન્સ છે.

બાયડુ આગામી સમયમાં ટીવી, સ્ટીકર અને ફ્રીઝમાં તેને લગાવીને ભારત, જાપાન અને બ્રાઝિલ જેવા દેશમાં લોન્ચ કરી શકે છે. વોઇસ આસિસ્ટન્ટ દ્વારા લોકો મશીન સાથે વાત કરી શકે છે અને મશીન તેમનો અવાજ ઓળખીને કામ કરે છે.

You might also like